Gujarat State Govt Schools Shutdown: 8 વર્ષમાં 525 સરકારી શાળાઓ બંધ, શું આ રીતે ભણશે ગુજરાત?

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Gujarat State Govt Schools Shutdown: ભણશે ગુજરાત, વાંચશે ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યાં છે પણ વાસ્તવમાં ગુજરાતમાં સરકારી શિક્ષણની અવદશા છે કેમકે, ખુદ સરકાર-શિક્ષણ વિભાગ જ ખાનગી શિક્ષણને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપી રહ્યુ છે. આ કારણોસર ગુજરાતમાં સરકારી શાળાઓના પાટિયાં પડી રહ્યાં છે, અને બીજી બાજુ ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે.

525 શાળાઓને તાળાં

- Advertisement -

એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં છેલ્લાં આઠેક વર્ષમાં જ 525 સરકારી શાળાઓને ખંભાતી તાળાં વાગ્યાં છે. આ ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહિંવત્ત હોવાના બહાને 5912 સરકારી શાળાઓને બંધ કરવાની ફિરાકમાં છે. જે રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી હોવાનું ચિત્ર દર્શાવે છે.

Share This Article