Ahmedabad Bullet Train Crain accident : હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગઇકાલે અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી.
ટ્રેનોની અવર-જવરને અસર
બીજી બાજુ મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી. જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું જેના કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી. માહિતી મુજબ ગત રાતે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઇ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી.
રદ થયેલી ટ્રેનનું લિસ્ટ…
તારીખ ટ્રેન નંબર ટ્રેનનું નામ
23 માર્ચ 2024 19418 વટવા-બોરીવલી, એક્સપ્રેસ
23 માર્ચ 2024 69116 વટવા- આણંદ, મેમુ
24 માર્ચ 2024 69114 વટવા-વડોદરા, મેમુ
24 માર્ચ 2024 69108 અમદાવાદ-વડોદરા, મેમુ
24 માર્ચ 2024 59549 વડોદરા-વટવા, સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
24 માર્ચ 2024 20947 અમદાવાદ-એક્તા નગર, એક્સપ્રેસ
24 માર્ચ 2024 59550 વટવા-વડોદરા, સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
24 માર્ચ 2024 19035 વડોદરા-વટવા, ઇન્ટરસિટી
24 માર્ચ 2024 19036 અમદાવાદ-વડોદરા, ઈન્ટરસિટી એક્સપ્રેસ
24 માર્ચ 2024 69129 આણંદ-વટવા, મેમુ
24 માર્ચ 2024 69101 વડોદરા-વટવા, મેમુ
24 માર્ચ 2024 69102 વટવા- વડોદરા, મેમુ
24 માર્ચ 2024 69130 વટવા-આણંદ, મેમુ
24 માર્ચ 2024 69115/69102 વડોદરા-વટવા-વડોદરા, મેમુ
24 માર્ચ 2024 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, ડબલ ડેકર એક્સપ્રેસ
24 માર્ચ 2024 12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, ડબલ ડેકર એક્સપ્રેસ
24 માર્ચ 2024 12933 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, કર્ણાવતી એક્સપ્રેસ
24 માર્ચ 2024 22953 મુંબઈ-અમદાવાદ, ગુજરાત એક્સપ્રેસ
24 માર્ચ 2024 22954 અમદાવાદ-મુંબઈ, ગુજરાત એક્સપ્રેસ
24 માર્ચ 2024 19033 વલસાડ-અમદાવાદ, ગુજરાત ક્વિન
24 માર્ચ 2024 19034 અમદાવાદ-વલસાડ, ગુજરાત ક્વીન
24 માર્ચ 2024 20959 વડનગર-વલસાડ-વડનગર, એક્સપ્રેસ
24 માર્ચ 2024 20960 વડનગર-વલસાડ-વડનગર, એક્સપ્રેસ
24 માર્ચ 2024 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી
24 માર્ચ 2024 12934 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, કર્ણાવતી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
રિશિડ્યુલ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનનું લિસ્ટ…
તારીખ ટ્રેન નંબર ટ્રેનનું નામ ક્યાથી ક્યાં સુધી રિશિડ્યુ્લ સમય
24 માર્ચ 2025 12833 હાવડા એક્સપ્રેસ અમદાવાદથી હાવડા 4:25 AM
24 માર્ચ 2025 19483 અમદાવાદ બરૌની એક્સપ્રેસ અમદાવાદથી બરૌની 4:35 AM
24 માર્ચ 2025 20924 તિરુનેલવેલી-ગાંધીધામ હમસફર એક્સપ્રેસ ગાંધીધામથી તિરુનેલવેલી 8:50 AM
24 માર્ચ 2025 20950 રાજકોટ-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટથી સિકંદરાબાદ 8:00 AM
24 માર્ચ 2025 12833 અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી ચેન્નાઈ 12:30 PM
ઘણી ટ્રેનના રુટ બદલાયા
આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઇ ગઇ હતી. માહિતી મુજબ હાલમાં અપલાઈન ચાલુ છે અને ડાઉન લાઈન પર દોડતી ટ્રેનો બંધ છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે જ્યારે કેટલીક ટ્રેનના રુટ ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા છે.

