PM Modi Event in Vadodara: PM મોદીના ગુજરાત પ્રવાસે કડક સલામતી, કાર્યક્રમ માટે QR કોડ અને પોલીસ વેરીફિકેશન ફરજિયાત

Arati Parmar
By Arati Parmar 3 Min Read

PM Modi Event in Vadodara: વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન હરણી બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના વાલીઓએ પૂછેલા પ્રશ્નો બાદ હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વડાપ્રધાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તેમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં હાજર રહેનારાઓને QR કોડ આપવામાં આવી રહ્યાં છે. આ QR કોડ સ્કેન કરાયા બાદ જ કાર્યક્રમમાં એન્ટ્રી મળશે. સુરતમાં ભાજપના કોર્પોરેટરો, હોદ્દેદારો સાથે એન.જી.ઓ. જે હાજર રહેવાના હોય તેઓને QR કોડ માટેની પ્રક્રિયા થઈ રહી છે. વડા પ્રધાનના કાર્યક્રમમાં હાજર રહેનારાઓને તેમને અપાયેલા QR કોડ સ્કેન કરાયા બાદ જ એન્ટ્રી આપવામાં આવશેની વાત સુરતમાં ચર્ચાનો વિષય બની છે.

Share This Article