DEO-DPEO Additional Charge: વર્ગ-1 અધિકારીઓ જિલ્લા કામથી દૂર, 8 જિલ્લામાં DEO-DPEOનો ચાર્જથી વ્યવહાર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

DEO-DPEO Additional Charge: ગુજરાત શિક્ષણ વિભાગની ગાંધીનગર સ્થિતિ વિવિધ વડી કચેરીઓમાં અંદાજે 9 જેટલા વર્ગ-1ના અધિકારીઓ ફરજ બજાવતાં હોવા છતાં રાજ્યનાં 8 જેટલા જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અતિ મહત્ત્વની ગણાતી જગ્યાઓ ચાર્જથી ચાલે છે.

વર્ગ-1ના અધિકારીઓએ જિલ્લાઓમાં કામગીરી કરવા જવુ નથી

- Advertisement -

વર્ગ-1ના અધિકારીઓ હોવા છતાં જિલ્લાની તમામ સ્કૂલોના વડા એવા ડીઈઓ-ડીપીઈઓની જગ્યાઓ ચાર્જમાં અને એમાય ઘણી જગ્યાઓ તો વર્ગ-2ના અધિકારીઓના હવાલે છે. જેના પાછળનું કારણ જાણવા મળ્યુ છે કે, ગાંધીનગરની કચેરીઓમાં બેઠેલા વર્ગ-1ના અધિકારીઓએ જિલ્લાઓમાં કામગીરી કરવા જવુ નથી. જેથી આ અધિકારીઓ યેનકેન કરી ડેપ્યુટી ડાયરેક્ટરના પ્રમોશન આવે ત્યાં સુધી ગાંધીનગરની એકબીજી કચેરીઓમાં ફર્યા કરે છે.

Share This Article