CollarEV Moon Electric Scooter: દિલ્હીની આ કંપનીએ લોન્ચ કર્યું 135 km રેન્જવાળું ઇલેક્ટ્રિક સ્કૂટર, 150 kgની પેલોડ ક્ષમતા

Arati Parmar
2 Min Read

CollarEV Moon Electric Scooter Launch: ભારતીય બજારમાં B2B (બિઝનેસ ટુ બિઝનેસ) પર્પઝવાળા ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ વધતી માંગને પહોંચી વળવા દિલ્હીની કંપની કોલરઈવી (CollarEV)‘મૂન’ (Moon) નામનું નવું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર રજૂ કર્યું છે. જેની કિંમત 79,999 રૂપિયાથી 89,999 રૂપિયા ની વચ્ચે રહેવાની શક્યતા છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ પર આ સ્કૂટરનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. કોલર ઈવી આ સ્કૂટર દ્વારા ટાયર 1 અને 2 શહેરોની સાથે ગ્રામીણ માર્કેટ (ટાયર 3 અને 4) પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

સારી રેન્જ અને સ્પીડ

કોલર ઈવીનું નવું ‘મૂન’ સ્કૂટર ખાસ કરીને ડિલિવરી અને ફ્લીટ મેનેજમેન્ટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:

- Advertisement -
  • બેટરી: 2.3 kWh લિથિયમ આયર્ન ફોસ્ફેટ (LFP) બેટરી.

  • રેન્જ: એકવાર ફુલ ચાર્જ કરવા પર 135 કિલોમીટર સુધીની રેન્જ.

  • સ્પીડ: 1500W ની BLDC હબ મોટર જે 50 kmph ની ટોપ સ્પીડ આપે છે.

  • ચાર્જિંગ: ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે માત્ર 2 કલાકમાં 0 થી 80 ટકા ચાર્જ થઈ જાય છે.

  • મજબૂતી: ફૂલ મેટલ ચેસિસ અને બોડી સ્ટ્રક્ચર સાથે તૈયાર કરવામાં આવ્યું છે.

ફ્લીટ ઓપરેટર્સ માટે ખાસ ફીચર્સ

આ સ્કૂટરમાં ફ્લીટ ઓપરેટર્સની જરૂરિયાતો મુજબ સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે:

  • TFT ડિસ્પ્લે: વાહનની માહિતી માટે આધુનિક ડિસ્પ્લે.

  • ટેલેમેટિક્સ: ઇન્ટિગ્રેટેડ ટેલેમેટિક્સ દ્વારા વાહનનું રિયલ-ટાઇમ લોકેશન અને બેટરી હેલ્થ ટ્રેક કરી શકાય છે.

  • પેલોડ ક્ષમતા: તેની ભાર વહન કરવાની ક્ષમતા 150 કિલોગ્રામ છે, જે દૂધ, શાકભાજી કે કૃષિ ઉત્પાદનોની હેરફેર માટે ઉત્તમ છે.

સામાન્ય ગ્રાહકો માટે ટૂંક સમયમાં નવું મોડલ

કોલર ઈવીના તિકેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે કંપની હવે B2C (સામાન્ય ગ્રાહકો) સેગમેન્ટમાં પણ પ્રવેશવા જઈ રહી છે. કંપની મે-જૂન 2026 ની વચ્ચે પોતાનું પહેલું કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે, જે આકર્ષક લૂક અને ફર્સ્ટ-ઇન-ક્લાસ ફીચર્સ સાથે આવશે.

- Advertisement -
Share This Article