અભિનેત્રી યામી ગૌતમ બની માતા, પુત્રને જન્મ આપ્યો

Reena Brahmbhatt
2 Min Read

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી યામી ગૌતમ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં હતી. યામી ગૌતમીએ બાળકને જન્મ આપ્યો છે. યામી અને તેના પતિ આદિત્ય ધરે આ ખુશખબર તેમના ચાહકો સાથે શેર કરી છે. તેણે પોસ્ટ શેર કરીને પોતાના પુત્રનું નામ જાહેર કર્યું છે.

યામી ગૌતમ અને નિર્માતા, નિર્દેશક આદિત્ય ધર પિતા બન્યા છે. યામીએ મુંબઈમાં અક્ષય તૃતીયા એટલે કે 10મી મેના રોજ બાળકને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મના 10 દિવસ બાદ બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુશખબર આપી હતી. તેણે એક નાના બાળકનો સુંદર ફોટો શેર કર્યો છે. તેણે ફોટો પર લખ્યું છે કે બાળકનું નામ ‘વેદવિદ’ છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “ડોક્ટરોની ટીમનો ખૂબ ખૂબ આભાર જેમના અથાક પ્રયત્નોથી અમારા જીવનમાં આ ખુશીની ક્ષણ આવી છે.” માતા-પિતા તરીકે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી સફર શરૂ થઈ છે. અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તે જે પણ કરશે તે અમારા પરિવાર અને દેશને ગૌરવ અપાવશે.

- Advertisement -

figoeiao v

યામીએ તેના પુત્રને જે નામ આપ્યું છે તે ખૂબ જ અલગ અને ખાસ છે. વેદવિદ એક સંસ્કૃત નામ છે જે વેદ અને વિદનું મિશ્રણ છે. તો તેનો અર્થ એવો થાય છે કે જેને વેદનું જ્ઞાન છે. આ ભગવાન વિષ્ણુનું નામ પણ છે.

- Advertisement -

આ દરમિયાન, સેલિબ્રિટીથી લઈને નેટીઝન્સ સુધીના દરેકે યામી અને આદિત્યની પોસ્ટ જોઈ અને તેમને શુભેચ્છા પાઠવી.

યામી અને આદિત્યના લગ્ન 4 જૂન 2021ના રોજ થયા હતા. બંનેએ પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. બંનેના કામની વાત કરીએ તો યામી છેલ્લે કલમ 370માં જોવા મળી હતી. તેની ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. આદિત્ય લેખક, નિર્દેશક અને નિર્માતા છે.

- Advertisement -
Share This Article