Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો: મસૂદ અઝહરની બહેને ભારતમાં મહિલા વિંગ ‘જમાત-ઉલ-મોમિનીન’ની કમાન ડૉ. શાહીનને સોંપી

Arati Parmar
2 Min Read

Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટા આતંકી નેટવર્કનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ આતંકવાદી મસૂદની બહેને ફરીદાબાદથી ઝડપાયેલી ડૉ.શાહીન શહીદને મહિલા વિંગની કમાન સોંપી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ડૉ.શાહીનને ભારતમાં જૈશ-એ-મોહમ્મદ મહિલા સંગઠન જમાત-ઉલ-મોમિનીનની કમાન સોંપાઈ હતી.

ડૉ.શાહીન પાકિસ્તાની આકાઓના સંપર્કમાં હતી

- Advertisement -

રિપોર્ટ મુજબ, આ આતંકી નેટવર્ક દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વિસ્તાર વધારવામાં આવતો હતો. એટલે કે નેટવર્કમાં વધુમાં વધુ લોકોને જોડવામાં આવયા હતા. સ્થાનીક સમર્થકોની મદદ લઈને જમીની સ્તરે કામ પણ શરૂ કરી દેવાયું હતું. એજન્સીઓનું માનવું છે કે, શાહીન પાકિસ્તાનમાં પોતાના હેન્ડલર્સ સાથે સતત સંપર્કમાં હતી.

મસૂદની બહેને શાહીનને કમાન સોંપી

- Advertisement -

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ, જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક મસૂદ અજહરની બહેન સાદિયા અજહરે શાહીનને મિશન સોંપ્યું હતું. સાદિયાને પાકિસ્તાનમાં મહિલા વિંગની ચીફ માનવામાં આવે છે. સાદિયાનો પતિ અને આતંકવાદી યુસુફ અજહર કંધાર હાઈજેક ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ હતો.

ભારતમાં આતંક ફેલાવવા મહિલાઓનો ઉપયોગ

- Advertisement -

આ તમામ રિપોર્ટ સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ ડિજિટલ નેટવર્ક, સોશિયલ મીડિયા કનેક્શન અને સંભવિત લોકોની તપાસ અને શોધખોળ શરૂ કરી દીધી છે. આ નેટવર્ક કહી રહ્યું છે કે, જૈશ-એ-મોમહમ્મદ ભારતમાં આતંક ફેલાવવા માટે હવે મહિલાઓનો ઉપયોગ કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.

દિલ્હી બ્લાસ્ટમાં 10ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાર પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતા યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

Share This Article