વારાણસી તા. 18 : લોકસભા ચૂંટણીમાં એનડીએનો વિજય અને વડાપ્રધાન પદે ત્રીજીવાર શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી પોતાના મતક્ષેત્ર વારાણસીની મુલાકાતે પહોંચ્યા અને સંબોધનમાં કહ્યંy કે, મા ગંગાએ મને દત્તક લીધો છે, હું અહીંનો જ થઈ ગયો છું. વારાણસીથી ખેડૂતોને સંબોધતાં તેમણે કહ્યંy કે, કાશીના લોકોને કારણે હું ધન્ય થઈ ગયો. સૂર્યદેવતા પણ થોડી ઠંડક વરસાવવા લાગ્યા. મા ગંગાએ મને દત્તક લીધો છે, હું અહીંનો થઈ ગયો છું.

મોદીએ મહેંદીગંજ ખાતે પીએમ કિસાન સંમેલનમાં 9.26 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિના 17મા હપ્તારૂપે રૂા. 20,000 કરોડની રકમ જારી કરી હતી. ખેડૂતો અંગે કહ્યું કે, ખેડૂત ભાઈઓનું જીવન સરળ બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. વારાણસીથી વડાપ્રધાન મોદીએ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો જારી કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જનતાને ખાતરી આપી કે, હું દિવસ-રાત મહેનત કરીશ, તમારાં સ્વપ્નો અને સંકલ્પ પૂરા કરવા સંભવ દરેક પ્રયાસ કરીશ. મોદીએ કહ્યું હતું કે, તાજેતરમાં જી-7 બેઠકમાં હાજરી આપવા માટે ઈટાલી ગયો હતો.
જો આપણે આ તમામ રાષ્ટ્રોના તમામ મતદારોને ઉમેરીએ તો પણ ભારતમાં મતદારોની સંખ્યા તેના કરતાં દોઢ ગણી વધારે છે. જો આપણે યુરોપના તમામ દેશોને ઉમેરીએ તો પણ ભારતમાં મતદારોની સંખ્યા તે સંખ્યા કરતાં અઢી ગણી વધુ હશે, તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું. મહિલા મતદારો અંગે વાત કરતાં મોદીએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં 31 કરોડથી વધુ મહિલાએ ભાગ લીધો જે વિશ્વમાં ક્યાંય પણ સૌથી વધુ છે. મોદીએ કહ્યું, આ સંખ્યા અમેરિકાની સમગ્ર વસ્તીની નજીક છે. આ ભારતના લોકતંત્રની સુંદરતા છે અને ભારતની લોકશાહીની આ શક્તિ સમગ્ર વિશ્વને આકર્ષે છે અને અસર પણ કરે છે.

