School Closure Impact: 84,000 શાળાઓ કેમ બંધ થઈ ગઈ?”શુ આમ ભણશે ભારત? ક્યા ભવિષ્ય ની વાતો કરો છો??

Arati Parmar
2 Min Read

School Closure Impact: 84,000 શાળાઓ કેમ બંધ થઈ ગઈ?”શુ આમ ભણશે ભારત? ક્યા ભવિષ્ય ની વાતો કરો છો??

ભારત: સવારે 8 વાગે જે ઘંટ વાગતો હતો એ હવે વાગતો નથી.
છેલ્લા 10 વર્ષમાં દેશમાંથી 84,000 સરકારી શાળાઓના દરવાજા કાયમ માટે બંધ થઈ ગયા છે.

- Advertisement -

આ આંકડો સાંભળીને સરકાર કહે છે “આ તો સુધારો છે”. પણ જમીન પરની કહાની કંઈક અલગ છે.

1. બંધ કેમ થઈ? “3 કારણ” ની કહાની
પહેલું: ગામ ખાલી થયા. લોકો શહેર ગયા. શાળામાં 8-10 બાળકો જ રહ્યા.
બીજું: સરકારની નીતિ. 2 નાની શાળાને ભેગી કરી 1 મોટી બનાવો. “ગુણવત્તા” આપો.
ત્રીજું: ખાનગી શાળાનો ક્રેઝ. વાલીઓને લાગ્યું “સરકારી = ખરાબ”

- Advertisement -

2. સૌથી મોટો માર કોને પડ્યો?
બાળકીઓને.
પહેલા ઘરથી 500 મીટરે શાળા હતી. હવે 3 કિ.મી દૂર છે. રસ્તામાં જંગલ, હાઇવે. માવતરે કહ્યું “ભણવા ન જવાય”. અને એક પેઢીની દીકરી ઘરે બેસી ગઈ.

ગરીબ બાળકોને.
જેના ઘરે સાયકલ પણ નથી એ 3 કિ.મી કેવી રીતે જાય? પરિણામ: ડ્રોપઆઉટ.

- Advertisement -

શિક્ષકોને.
1 લાખથી વધુ શિક્ષકોને કહ્યું “તમારી શાળા બંધ. હવે 15 કિ.મી દૂર જાઓ”. ગામના શિક્ષક “બહારના” બની ગયા.

3. તો શું બધું ખોટું છે?
ના. જે 10.13 લાખ શાળાઓ બચી છે એમાં હવે વધુ શિક્ષક, વધુ બાળકો, વધુ સુવિધા છે. મર્જરનો ઉદ્દેશ ખરાબ ન હતો.

પણ ભૂલ એક જ થઈ: “શાળાને બાળક પાસે લઈ જવાને બદલે, બાળકને શાળા પાસે ધકેલી દીધો”

આગળનો રસ્તો શું?
જો બંધ કરવી જ છે તો 3 વચન આપવા પડશે:

1. દરેક બાળક માટે ફ્રી બસ
2. દૂરના વિસ્તારમાં હોસ્ટેલ
3. ગામના લોકોની મંજૂરી વગર એકપણ શાળા બંધ નહીં

છેલ્લી વાત:
84,000 એ ફક્ત ફાઈલનો આંકડો નથી. એ 84,000 ગામનું બાળપણ છે.
જો આપણે ઘંટ ફરીથી વગાડવા માંગતા હોઈએ તો શાળા સુધીનો રસ્તો સૌથી પહેલા બનાવવો પડશે.

84000 schools closed India, government school shutdown, impact on girls education, rural school closure

Share This Article