BSNL nPerf Internet Performance Report: જીયો અને એરટેલને પછાડી સરકારી કંપની BSNL એ મેળવ્યું ટોચનું સ્થાન, જાણો શું છે આ nPoints રિપોર્ટના ચોંકાવનારા આંકડા

Arati Parmar
2 Min Read

BSNL nPerf Internet Performance Report: ટેલિકોમ કંપનીઓ સાથે જોડાયેલી જ્યારે પણ કોઈ યાદી આવે છે ત્યારે તેમાં જીયો અને એરટેલનો દબદબો હોય છે, પરંતુ આ વખતે સરકારી કંપની બીએસએનએલ (BSNL) એ જીયો-એરટેલને પાછળ છોડી દીધી છે. ફ્રાન્સની ઇન્ડિપેન્ડન્ટ નેટવર્ક ટેસ્ટિંગ ફર્મ nPerf અનુસાર, BSNL દેશમાં ફિક્સ્ડ-લાઇન ઇન્ટરનેટ પરફોર્મન્સમાં ટોપ પર રહી છે. તેણે નાણાકીય વર્ષ 2026 (FY26) માં આ સફળતા મેળવી છે. બીએસએનએલ પાછલા નાણાકીય વર્ષમાં બીજા નંબરે હતી અને હવે ટોપ પર આવી ગઈ છે. કંપનીએ 89,174 nPoints હાંસલ કર્યા જે એરટેલના 74,975 nPoints અને જીયોના 73,957 nPoints કરતા વધુ છે.

પહેલા સમજો, શું છે nPoints?

nPoints કોઈપણ ઇન્ટરનેટ કનેક્શનની અસલ ક્વોલિટી માપવાનું પ્રમાણ છે. તેમાં ડાઉનલોડ સ્પીડ, અપલોડ સ્પીડ, લેટન્સી (Latency), બ્રાઉઝિંગ અને સ્ટ્રીમિંગ પરફોર્મન્સને જોડીને એક સ્કોર આપવામાં આવે છે.

- Advertisement -

BSNL એ અપલોડ સ્પીડ અને લેટન્સીમાં બતાવ્યો દમ

રિપોર્ટ અનુસાર, BSNL ની ફિક્સ્ડ-લાઇન ડાઉનલોડ સ્પીડમાં વાર્ષિક 21% નો વધારો થયો છે અને તે 78.5Mbps સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, તેની અપલોડ સ્પીડ જીયો અને એરટેલ કરતા ક્યાંય વધુ 75.26Mbps રહી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કંપનીએ લેટન્સી (Latency), વેબ બ્રાઉઝિંગ અને યુટ્યુબ સ્ટ્રીમિંગના મામલે પણ સૌથી સારો અનુભવ આપ્યો.

Airtel ને પણ ફાયદો

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એરટેલની ડાઉનલોડ સ્પીડ વર્ષ-દર-વર્ષ 10% વધીને 62.4Mbps થઈ ગઈ, પરંતુ અપલોડ સ્પીડ 38.71Mbps રહી. રિપોર્ટ અનુસાર, જીયોએ 79.6Mbps ની ડાઉનલોડ સ્પીડ નોંધાવી, જે બીએસએનએલ કરતા વધુ છે પરંતુ અપલોડ સ્પીડ 33.46Mbps ઘણી ધીમી હતી અને લેટન્સી 62.61ms સાથે સૌથી વધુ હતી.

- Advertisement -

FTTH માં કોણ આગળ?

  • એરટેલે સૌથી વધુ 241.72Mbps ડાઉનલોડ સ્પીડ હાંસલ કરી.

  • જીયોએ 225.18Mbps ની ડાઉનલોડ સ્પીડ મેળવી.

  • BSNL એ 198.54Mbps ડાઉનલોડ સ્પીડ મેળવી જે સૌથી ઓછી હતી.

માર્કેટ શેર BSNL નો ઓછો

રિપોર્ટનો એક મુદ્દો એ પણ છે કે જીયો, એરટેલની સરખામણીએ BSNL નો માર્કેટ શેર ઓછો છે.

  • જીયોનો માર્કેટ શેર 31.36%

  • એરટેલનો માર્કેટ શેર 21.34%

  • BSNL નો માર્કેટ શેર 15.45%

“ભારતનું ફિક્સ્ડ-લાઇન માર્કેટ હવે મેચ્યોર થઈ ગયું છે. BSNL એ પોતાનો દબદબો બનાવવા માટે FTTH સ્પીડમાં વધુ સુધારો કરવો જોઈએ.” – રેનોડ કેરાડેક, nPerf

Share This Article