Balanced Lifestyle Weight Loss: ક્રેશ ડાયટ નહીં, બેલેન્સ્ડ લાઈફસ્ટાઈલથી ઘટશે વજન, ચેન્નાઈની ઈન્ફ્લુએન્સર જણાવ્યું ફિટનેસ સીક્રેટ

Arati Parmar
3 Min Read

Balanced Lifestyle Weight Loss: આજના સમયમાં વધતું વજન અને તેને લગતી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. એવામાં જ્યારે કોઈ ક્રેશ ડાયટ વગર ફિટનેસ મેળવે છે, ત્યારે તેની વાર્તા લોકોને પ્રેરિત કરે છે. ચેન્નાઈની એક ઈન્ફ્લુએન્સર માતાએ પણ કંઈક આવું જ કરી બતાવ્યું છે. તેણે કડક ડાયટના બદલે સંતુલિત લાઈફસ્ટાઈલ અપનાવીને પોતાનું વજન ૮૨ કિલોથી ઘટાડીને ૬૦ કિલો કરી દીધું છે.

ઈન્ફ્લુએન્સરે પોતાની વેઈટ લોસ જર્ની શેર કરતા જણાવ્યું કે આ કોઈ શોર્ટકટનું પરિણામ નથી, પરંતુ રોજિંદી આદતો સાથે જોડાયેલા નાના-નાના સુધારાથી શક્ય બન્યું છે. તેણે પોતાની લાઈફસ્ટાઈલમાં કેટલાક મહત્વના ફેરફારો કર્યા, જેના કારણે તેને વધુ સારું રિઝલ્ટ મળ્યું.

- Advertisement -

ઈન્ફ્લુએન્સર જણાવે છે કે તે પોતાના આહારમાં પ્રોટીનને પ્રાથમિકતા આપે છે. તેના જણાવ્યા અનુસાર પ્રોટીન લેવાથી માત્ર ભૂખ કંટ્રોલમાં રહે છે એટલું જ નહીં, પણ શરીરમાં એનર્જી પણ જળવાઈ રહે છે. જોકે તેણે એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ હોય છે. તેથી ડાયટમાં ફેરફાર કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.

વજન ઘટાડવા માટે તેણે ખોરાક ઘટાડવાને બદલે યોગ્ય રીતે ખાવાનું શરૂ કર્યું. દિવસમાં ૬ નાના-નાના બેલેન્સ્ડ મીલ્સ લેવાથી તેને વધુ ફાયદો મળ્યો. તેનું કહેવું છે કે ભૂખ્યા રહેવાથી વજન ઓછું નથી થતું, પરંતુ યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ખાવું જરૂરી છે.

- Advertisement -

તેણે સ્પષ્ટ કહ્યું કે ક્રેશ ડાયટ લાંબા સમય સુધી અસરકારક હોતી નથી, તેનાથી ન તો શરીરને યોગ્ય પોષણ મળે છે અને ન તો ખોરાક સાથે હેલ્ધી સંબંધ બની શકે છે. તેથી તેણે આ પ્રકારના ડાયટથી પૂરેપૂરી દૂરી બનાવી લીધી.

ફિટનેસ દરમિયાન તેણે વારંવાર ખાવાનું ટાળ્યું અને ઘરનો બનેલો ખોરાક વધુ પસંદ કર્યો. તેનું માનવું છે કે બહારનો ખોરાક હેલ્ધી દેખાઈ શકે છે, પરંતુ તેમાં વપરાતી વસ્તુઓ પર તમારો કંટ્રોલ હોતો નથી.

- Advertisement -

તેણે પોતાની લાઈફસ્ટાઈલમાં પૂરતું પાણી પીવાની આદત સામેલ કરી. તેના જણાવ્યા મુજબ ઘણીવાર જે આપણને ભૂખ કે ક્રેવિંગ લાગે છે, તે અસલમાં શરીરમાં પાણીની ઉણપને કારણે હોય છે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી જંક ફૂડની ઈચ્છા પણ ઓછી થઈ જાય છે.

તેણે પોતાના ડાયટમાં કોઈ પણ વસ્તુ પર સંપૂર્ણ પ્રતિબંધ ન મૂક્યો. ક્યારેક મીઠાઈઓ કે બહારનું ખાવાનું પણ ખાધું, પરંતુ મર્યાદિત માત્રામાં અને કોઈ પણ ગિલ્ટ વગર. તેનું કહેવું છે કે સંતુલન જાળવી રાખવું એ જ ફિટનેસની અસલી ચાવી છે.

Share This Article