By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: AI Model Social Media: સોશિયલ મીડિયા પર ઓળખ છુપાવવી હવે સરળ નથી, પોસ્ટ દ્વારા યુઝરને શોધી શકે છે AI
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Technology > AI Model Social Media: સોશિયલ મીડિયા પર ઓળખ છુપાવવી હવે સરળ નથી, પોસ્ટ દ્વારા યુઝરને શોધી શકે છે AI
Technology

AI Model Social Media: સોશિયલ મીડિયા પર ઓળખ છુપાવવી હવે સરળ નથી, પોસ્ટ દ્વારા યુઝરને શોધી શકે છે AI

Arati Parmar
Last updated: April 17, 2026 2:29 pm
By Arati Parmar
3 Min Read
Share
AI Model Social Media
SHARE

AI Model Social Media: AI ના યુગમાં સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ છુપાવવી ઘણી મુશ્કેલ બની ગઈ છે. જો કોઈ યુઝર એવું વિચારી રહ્યો હોય કે તે પોતાની ઓળખ છુપાવીને સોશિયલ મીડિયા વાપરી શકે છે, તો તે દિવસો હવે ગયા. એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે AI મોડેલ યુઝરના ઓનલાઈન પોસ્ટ કરેલા કન્ટેન્ટ પરથી જ તેની ઓળખ કરી શકે છે. આ માટે તેને કોઈ પર્સનલ આઈડેન્ટિફાયરની જરૂર નથી. હવે AI મોડેલ્સ એટલા પાવરફુલ થઈ ગયા છે કે તેઓ કોઈ ખોટા નામે બનેલા એકાઉન્ટ પાછળની વ્યક્તિ અને તેના બીજા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સરળતાથી ઓળખ કરી શકે છે.

Contents
  • AI મોડેલ ચોકસાઈથી કરી શકે છે ઓળખ
  • યુઝરની ઓળખ કેવી રીતે કરે છે AI સિસ્ટમ?
  • આ અભ્યાસ કેમ જરૂરી છે?

AI મોડેલ ચોકસાઈથી કરી શકે છે ઓળખ

એન્થ્રોપિક અને ETH ઝુરિચના આ અભ્યાસમાં સંશોધકોએ એક ઓટોમેટેડ સિસ્ટમ બનાવી છે, જે પોસ્ટ, કોમેન્ટ અને વાતચીતનું વિશ્લેષણ કરે છે. આ પદ્ધતિ સંપૂર્ણપણે યુઝર જનરેટેડ કન્ટેન્ટ પર કામ કરે છે. આ સિસ્ટમ મલ્ટી-સ્ટેપ પ્રોસેસને ફોલો કરતા ટેક્સ્ટમાંથી ઓળખ સાથે જોડાયેલા સિગ્નલ્સ કાઢીને સંભવિત મેચો શોધે છે. ત્યારબાદ પોતાના લોજિકનો ઉપયોગ કરીને એ જાણવાનો પ્રયાસ કરે છે કે શું બે અલગ-અલગ એકાઉન્ટ એક જ વ્યક્તિ સાથે જોડાયેલા છે. ટેસ્ટિંગ દરમિયાન આ મોડેલ Reddit અને LinkedIn જેવા પ્લેટફોર્મ્સ પર બનેલા એકાઉન્ટ્સને લિંક કરવામાં સફળ રહ્યું હતું.

- Advertisement -

યુઝરની ઓળખ કેવી રીતે કરે છે AI સિસ્ટમ?

અભ્યાસ મુજબ, પોસ્ટની નાની નાની વિગતો ઓળખ જણાવવાનું કામ કરી શકે છે. રાઈટિંગ સ્ટાઈલ, રસના વિષયો, લોકેશન હિન્ટ, એજ્યુકેશન અને ટોપિક્સ વગેરેની મદદથી યુઝરને ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે, આ મોડેલ કોઈ વાતચીતનું વિશ્લેષણ કરી પ્રોફેશન, લોકેશન, વપરાયેલા સાધનો અને બેકગ્રાઉન્ડ વગેરેની માહિતી એકઠી કરીને પબ્લિકલી ઉપલબ્ધ માહિતી સાથે મેચ કરી તેની પાછળની વ્યક્તિને શોધી કાઢે છે. કોઈ યુઝરની જેટલી વધુ પોસ્ટ હશે, તેની ઓળખ સાબિત કરવી આ AI મોડેલ માટે તેટલી જ સરળ બની જશે.

આ અભ્યાસ કેમ જરૂરી છે?

આ અભ્યાસે સાબિત કરી દીધું છે કે હવે સોશિયલ મીડિયા પર ખોટા નામે એકાઉન્ટ બનાવીને પ્રાઈવેટ રહી શકાતું નથી. આનાથી એક્ટિવિસ્ટ્સ, પત્રકારો અને બીજી સંવેદનશીલ માહિતી ધરાવતા તે લોકો પર વધુ અસર પડશે, જેઓ સોશિયલ મીડિયા પર અન્ય નામે એકાઉન્ટ બનાવીને ઉપયોગ કરે છે. જોકે, આ અભ્યાસના કેટલાક જોખમો પણ છે. સંશોધકોનું કહેવું છે કે સરકારો આ પદ્ધતિથી સર્વેલન્સ (દેખરેખ) કરી શકે છે અને સાયબર એટેકર્સ કોઈ યુઝરને ટાર્ગેટ કરવા માટે તેની ડિટેલ પ્રોફાઇલિંગ કરી શકે છે.

- Advertisement -
ભારતની મિસાઇલ સિસ્ટમ વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે: રાજનાથ
Type A vs Type C Cable કઈ કેબલથી ફોન ફાસ્ટ ચાર્જ થાય છે? જાણો પાવર ડિલિવરી અને કેબલના ફર્કની સંપૂર્ણ માહિતી
સુરતઃ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહની અધ્યક્ષતામાં ‘ભારત ટેક્સ-2025’ અંતર્ગત રોડ શો.
ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે 12 બ્રિજ તૈયાર છે, ભારતમાં બુલેટ ટ્રેન હવે દૂર નથી!
Message box filled with OTP: OTPથી મેસેજ બોક્સ ભરાઈ ગયો? આ ટ્રિકથી 24 કલાકમાં આપમેળે ડિલિટ થશે!
TAGGED:AI Model Social Media
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

water metro
NationalTechnology

સુરતઃ કોચી ટીમના સૂચનો બાદ વોટર મેટ્રોની શક્યતાઓ, બાયોમેટ્રિક સર્વેની તૈયારી

2 Min Read
ISRO Chandrayaan 4 Mission
NationalTechnology

ISRO Chandrayaan 4 Mission: ચંદ્રયાન-1થી ચંદ્રયાન-4 સુધી ભારતની ઐતિહાસિક સફર, ચંદ્ર પર પાણીની શોધથી હવે ધરતી પર નમૂના લાવવાની તૈયારી

5 Min Read
Electricity Saving Tips
Technology

Electricity Saving Tips: વીજળી બચાવવાની આ નાની આદત બદલશે મોટું બિલ, જાણો ઘરમાં છુપાયેલા એવા 6 ગેજેટ્સ જે બંધ હોવા છતાં ખાય છે પાવર

4 Min Read
mobile pass code
TechnologyBusinessNational

ભારતીય સ્માર્ટફોન માર્કેટ આ વર્ષે $50 બિલિયનને વટાવી જવાનો અંદાજ છે: રિપોર્ટ

2 Min Read
Microsoft Copilot
Technology

Microsoft Copilot: કોપાઇલોટને મળ્યો છે ચહેરો, હવે તમે આ એઆઈને જોઈ પણ શકો છો

1 Min Read
Hybrid Stove
Technology

Hybrid Stove: 16 વર્ષના વિદ્યાર્થીએ બનાવ્યો પાણીની મદદથી ચાલતો હાઇબ્રિડ સ્ટોવ, 20% કેરોસિન બચાવવાનો દાવો

2 Min Read
th 2025 10 07T144842.950
Technology

Flipkart Diwali Sale Smartphones Discount: ફ્લિપકાર્ટ દિવાળી ધમાકા સેલ દરમિયાન આ 7 બ્રાન્ડેડ સ્માર્ટફોનની કિંમત અડધી થઈ ગઈ છે! સેમસંગ, વિવો અને ઓપ્પો આ યાદીમાં સામેલ છે.

2 Min Read
new clear submarine ins
TechnologyNational

નવી દિલ્હી: ન્યુક્લિયર સબમરીન INS અરિઘાટ ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ થવા માટે તૈયાર

3 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?