PM Modi Jhalmuri West Bengal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં રવિવારે અનોખો અંદાજ જોવા મળ્યો છે. પીએમ મોદીએ ઝારગ્રામમાં ઝાલમુરીની મજા માણી હતી. તેઓ એક સ્થાનિક દુકાને પહોંચ્યા અને અવાજ લગાવીને કહ્યું કે ભાઈ મને સરસ ઝાલમુરી ખવડાવો. પીએમ મોદીએ દુકાનદારને રૂપિયા પણ આપ્યા. જ્યારે દુકાનદારે પૂછ્યું કે સર ડુંગળી ખાઓ છો તો પીએમ મોદીએ કહ્યું હા બસ ડુંગળી ખાઉં છું, બસ મગજ નથી ખાતો. પીએમ મોદીએ ત્યારબાદ દુકાનદારને 10 રૂપિયા પણ આપ્યા. દુકાનદારે જ્યારે રૂપિયા લેવાની ના પાડી તો પીએમ મોદીએ કહ્યું ના એવું નહીં. પીએમ મોદીએ આનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો હેડલાઇન્સમાં આવી ગયો છે અને થોડા જ સમયમાં મિલિયન વ્યૂઝ પાર કરી ગયો છે.
Jhalmuri break in Jhargram! pic.twitter.com/LJNjEojAW4
— Narendra Modi (@narendramodi) April 19, 2026
હાથ જોડીને કર્યા નમસ્તે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારગ્રામમાં પ્રચાર દરમિયાન ઝાલમુરીની મજા માણી. તેઓ એક સ્થાનિક દુકાને પહોંચ્યા અને કહ્યું કે ભાઈ મને ઝાલ મુરી ખવડાવો. પીએમ મોદીએ પૂછ્યું કે કેટલાની હોય છે તમારી ઝાલમુરી? દુકાનદારે જણાવ્યું કે 10 અને 20 રૂપિયાની. તો પીએમ મોદીએ ત્યારબાદ 10 રૂપિયાની ઝાલમુરી ખાધી. પીએમ મોદીનો આ દરમિયાન અનોખો અંદાજ સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ચટપટા સ્વાદવાળી ઝાલમુડી ખૂબ જ લોકપ્રિય છે, જેને ઝાલ મુરી પણ કહેવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તસવીરો શેર કરીને લખ્યું છે કે, મેં સમગ્ર પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી ચાર જનસભાઓથી ભરેલા વ્યસ્ત રવિવાર વચ્ચે, ઝારગ્રામમાં કેટલાક સ્વાદિષ્ટ અને મસાલેદાર મમરાનો આનંદ માણ્યો. પીએમ મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળમાં તાબડતોબ પ્રચાર કર્યો હતો. તેમણે રાજ્યના બિષ્ણુપુર, ઝારગ્રામ અને ત્યારબાદ મેદિનીપુરમાં સભાઓ સંબોધી હતી.
ব্যস্ত রবিবারে পশ্চিমবঙ্গ জুড়ে চারটি জনসভার ফাঁকে, ঝাড়গ্রামে সুস্বাদু ঝালমুড়ি খেলাম। pic.twitter.com/VqIrc0zrmR
— Narendra Modi (@narendramodi) April 19, 2026
દુકાનદારની ખુશીનો પાર ન રહ્યો
પશ્ચિમ બંગાળમાં તીખી અને ચટપટી ઝાલમુડી ખૂબ ખાવામાં આવે છે. કુરકુરા મમરામાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, બાફેલા બટાકા, લીલા મરચાં, શેકેલી સીંગ, ચણાચૂર/મિક્સચર, સરસવનું તેલ, લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરીને સારી રીતે ભેળવવામાં આવે છે. કેટલીક જગ્યાએ આમાં સ્વાદ મુજબ થોડો ફેરફાર પણ કરવામાં આવે છે. પીએમ મોદીએ જ્યારે ઝારગ્રામમાં ઝાલમુડી ખરીદી તો દુકાનદારની ખુશીનો પાર ન રહ્યો. પીએમ મોદીએ સદરીના ખિસ્સામાંથી કાઢીને 10 રૂપિયા પણ દુકાનદારને આપ્યા. દુકાનદારે પીએમ મોદી દ્વારા આપવામાં આવેલી નોટ ખુશીથી લીધી અને માથે લગાવી દીધી.

