Redmi A7 Series Launch India: Redmi A7 અને Redmi A7 Pro નું વેચાણ આજે ભારતીય બજારમાં શરૂ થઈ ગયું છે. શાઓમીના આ બંને સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર UNISOC T7250 12nm પ્રોસેસર મળે છે. આ ફોનમાં 13 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. A7 માં 5200mAh ની બેટરી છે, જ્યારે A7 Pro માં 6300mAh ની બેટરી આપવામાં આવી છે. અહીં અમે તમને Redmi A7 અને A7 Pro ની કિંમતથી લઈને, ઓફર અને સ્પેસિફિકેશન્સ વિશે વિસ્તારથી જણાવી રહ્યા છીએ.
Redmi A7, Redmi A7 Pro Price
Redmi A7 ના 3GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,499 રૂપિયા છે. જ્યારે Redmi A7 Pro ના 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,499 રૂપિયામાં મળી રહી છે. આ બંને સ્માર્ટફોન આજથી વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયા છે. ગ્રાહકો Xiaomi ની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પરથી આ સ્માર્ટફોન ખરીદી શકે છે.
Redmi A7, A7 Pro Specifications
Redmi A7 માં 6.88 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલ્યુશન 1600×720 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ છે. જ્યારે Redmi A7 Pro માં 6.9 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે મળે છે, જેનું રેઝોલ્યુશન 1600×720 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર UNISOC T7250 12nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. A7 એન્ડ્રોઇડ 15 પર બેઝ્ડ Xiaomi HyperOS 2 પર ચાલે છે, જ્યારે A7 Pro એન્ડ્રોઇડ 16 પર બેઝ્ડ Xiaomi HyperOS 3 પર કામ કરે છે. સિક્યોરિટી માટે આ બંને ફોન સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે.
કેમેરા સેટઅપની વાત કરીએ તો A7 અને A7 Pro ના રિયરમાં f/2.2 અપર્ચર સાથે 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે f/2.0 અપર્ચર સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન IP52 રેટિંગ ધરાવે છે, જેનાથી ધૂળ અને પાણીના છાંટાથી બચાવ સુનિશ્ચિત થાય છે. કનેક્ટિવિટી ઓપ્શન્સમાં ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ, 3.5 મીમી ઓડિયો જેક, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યુએસબી ટાઇપ સી પોર્ટ સામેલ છે. A7 માં 5200mAh ની બેટરી છે, જ્યારે A7 Pro માં 6300mAh ની બેટરી આપવામાં આવી છે જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

