Indigenous MRI Scanner India: મેડિકલ ટેકનોલોજીમાં ભારતનો વાગ્યો ડંકો, ૧૨ વર્ષની તપસ્યા બાદ તૈયાર થયું દેશનું પ્રથમ સ્વદેશી MRI મશીન!

Arati Parmar
2 Min Read

Indigenous MRI Scanner India: આખરે ૧૨ વર્ષની સખત મહેનત પછી ભારત પોતાનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર બનાવવામાં સફળ રહ્યું છે. મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં આ ‘મેડ ઇન ઇન્ડિયા’ MRI મશીનને એક મોટી સિદ્ધિ અને નવો અધ્યાય માનવામાં આવી રહ્યો છે. સ્વદેશી MRI મશીન બનાવવાનું પરાક્રમ વોક્સલગ્રિડ્સ (Voxelgrids) નામના સ્ટાર્ટઅપના સ્થાપક અર્જુન અરુણાચલમ અને તેમની ટીમે કરી બતાવ્યું છે. ખાસ વાત એ છે કે, તેમનું સ્ટાર્ટઅપ શ્રીધર વેમ્બુની કંપની Zoho દ્વારા સમર્થિત હતું. આ સ્કેનરને હાલમાં નાગપુર પાસેના ચંદ્રપુર કેન્સર કેર ફાઉન્ડેશનમાં લગાવવામાં આવ્યું છે.

વધુ સસ્તું અને બહેતર છે સ્વદેશી MRI મશીન

ભારતમાં અત્યાર સુધી ઉપયોગમાં લેવાતા તમામ MRI મશીનો સિમેન્સ અને જીઈ હેલ્થકેર જેવી વિદેશી કંપનીઓ પાસેથી આવતા હતા. જોકે હવે ભારતે પણ મેડિકલ ટેકનોલોજીના આ ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડ્યો છે. વોક્સલગ્રિડ્સે ૧.૫ ટેસ્લા મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ વાળું સ્કેનર બનાવ્યું છે જે પરંપરાગત મશીનો કરતા ઘણું અલગ છે. આ મશીનમાં લિક્વિડ હિલિયમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના કારણે તેના ઉત્પાદન ખર્ચમાં અંદાજે ૪૦% નો ઘટાડો થાય છે.

- Advertisement -

અર્જુન અરુણાચલમના જણાવ્યા અનુસાર, આ મશીનના સ્પેરપાર્ટ્સને એવી રીતે પેક કરવામાં આવ્યા છે કે તે વીજળીના ઓછા વપરાશ પર પણ શાનદાર રીતે કામ કરે છે. આનાથી હોસ્પિટલોના સંચાલન ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે.

નાની હોસ્પિટલો માટે ‘પે-પર-યુઝ’ મોડલ

સ્વદેશી MRI મશીન બનાવતી આ કંપનીએ એક અનોખું ‘પે-પર-યુઝ’ (Pay-per-use) મોડલ પણ રજૂ કર્યું છે. આ મોડલ નાની હોસ્પિટલો માટે આશીર્વાદ સમાન છે. આ મોડલ મુજબ હોસ્પિટલો સ્વદેશી MRI મશીન માટે ધીમે-ધીમે ચુકવણી કરી શકે છે. નોંધનીય છે કે ભારતમાં હાલમાં માત્ર ૫,૦૦૦ MRI મશીનો છે, એટલે કે ૧૦ લાખ લોકો પર માત્ર ૩.૫ મશીનો. આ મોડલથી ભારતમાં MRI સ્કેનરની પહોંચ વધશે અને વધુ લોકોને તપાસની સુવિધા મળશે.

- Advertisement -

હવે આગળ શું?

વોક્સલગ્રિડ્સ પોતાના બેંગલુરુ સ્થિત મેન્યુફેક્ચરિંગ યુનિટમાં દર વર્ષે ૨૦ થી ૨૫ સ્કેનર બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ કંપનીને શ્રીધર વેમ્બુની કંપની જોહો તરફથી ૫ મિલિયન ડોલરનું ફન્ડિંગ મળેલું છે. આગામી સમયમાં તેઓ ‘મોબાઈલ કન્ટેનરાઈઝ્ડ MRI સ્કેનર’ બનાવવાનું કામ પણ કરશે. હાલમાં તેમનું ધ્યાન ભારતની જરૂરિયાતો પૂરી કરવા પર છે, પરંતુ ભવિષ્યમાં આ સ્વદેશી સ્કેનરની વિદેશમાં નિકાસ પણ કરવામાં આવશે.

Share This Article