AC Service Selection Guide: ઉનાળો બસ આવવાની તૈયારીમાં જ છે અને આ યોગ્ય સમય છે કે તમે પણ તમારા ACને ઉનાળા માટે તૈયાર કરી લો, એટલે કે ACની સર્વિસ કરાવી લો. એવામાં તમારી સામે બે પ્રકારના વિકલ્પો આવે છે. પહેલો જેટ (Jet) વાળી સર્વિસનો અને બીજો જેટ વગરની એટલે કે નોર્મલ સર્વિસનો. જો તમે આ બંનેને એક સમાન માનતા હોવ, તો એવું નથી. દરેક એર કંડિશનર માટે આ બંને પ્રકારની સર્વિસની પોતાની જરૂરિયાત અને ફાયદા છે.
જો તમે ગયા સીઝનમાં ACની સર્વિસ કરાવી હતી, તો તેના માટે સર્વિસની જરૂરિયાત બદલાઈ જાય છે. આ સિવાય જેટ વાળી AC સર્વિસ સામાન્ય રીતે સાદી સર્વિસ કરતા મોંઘી પણ હોય છે. એવામાં તમારા માટે એ જાણવું જરૂરી છે કે AC માટે કઈ સર્વિસ બેસ્ટ છે.
શું હોય છે જેટ વાળી કે નોર્મલ સર્વિસ?
આ બંને AC સર્વિસના પ્રકાર છે. જેટ વાળી સર્વિસમાં ACની સફાઈ હાઈ-પ્રેશર વોટર પંપ દ્વારા થાય છે. આ સર્વિસમાં પ્રેશર ગન દ્વારા પાણીની તેજ ધારથી કૂલિંગ કોઈલ્સ, ફિન્સ અને બ્લોઅરને સાફ કરવામાં આવે છે.
બીજી તરફ નોર્મલ સર્વિસ, જેને ડ્રાય સર્વિસ પણ કહેવામાં આવે છે, તેમાં ટેકનિશિયન એર ફિલ્ટર કાઢીને ધોવે છે, કૂલિંગ કોઈલ્સને બ્રશથી સાફ કરે છે અને બ્લોઅરની ધૂળ ઝાપટે છે. આમાં પાણીનો ઓછો અને ઘણીવાર માત્ર સ્પ્રે બોટલનો ઉપયોગ થાય છે. આ બંને સર્વિસમાં એક સામાન્ય તફાવત એ પણ છે કે ડ્રાય સર્વિસ, જેટ સર્વિસની સરખામણીમાં સસ્તી હોય છે.
ક્યારે કરાવવી કઈ સર્વિસ?
જેટ પંપથી થતી સર્વિસ સીઝન એટલે કે ઉનાળાની શરૂઆતમાં કરાવવી જોઈએ. આ સમયે AC લાંબા સમયથી બંધ પડ્યું હોવાથી ઘણું ગંદું થઈ ગયું હોય છે. આનાથી તમારા ACના કંડેન્સર અને ઈવેપોરેટર કોઈલ્સ સારી રીતે ખુલી જાય છે. આ સિવાય જો તમારું AC આખો દિવસ કે ૧૫-૧૮ કલાક ચાલતું હોય, તો તમારે આ જ સર્વિસ પસંદ કરવી જોઈએ. આટલો સમય AC ચલાવતા હોવ તો દર ૨ મહિને આ સર્વિસ કરાવી લેવી જોઈએ.
નોર્મલ સર્વિસ ક્યારે કરાવવી?
જો તમે ગયા સીઝનમાં જેઠ સર્વિસ કરાવ્યા પછી તમારું AC બંધ કર્યું હતું, તો તમે ડ્રાય સર્વિસ કે નોર્મલ સર્વિસ કરાવીને પણ ઉનાળામાં AC શરૂ કરી શકો છો. આ સિવાય જો ACનો ઉપયોગ ઓછો થતો હોય, તો પણ તમે ડ્રાય સર્વિસથી કામ ચલાવી શકો છો. સીઝનમાં એકવાર જેટ સર્વિસ કરાવ્યા પછી તમે જાતે પણ ડ્રાય સર્વિસ દ્વારા તમારા ACની સફાઈ જાળવી રાખી શકો છો.
જેટ વાળી સર્વિસના ફાયદા અને નુકસાન
ફાયદા: હાઈ પ્રેશર વાળું પાણી કોઈલ્સની આરપાર જઈને અંદર જામી ગયેલી વર્ષોની ગંદકી અને કાદવ બહાર કાઢી નાખે છે. આનાથી AC નવા જેવું થઈ જાય છે અને કૂલિંગ જોરદાર મળે છે. કમ્પ્રેસર પર લોડ ઓછો પડતા વીજળીનું બિલ પણ ઓછું આવે છે.
નુકસાન: આ સર્વિસ મોંઘી હોય છે. જો ટેકનિશિયન બિનઅનુભવી હોય, તો તે હાઈ પ્રેશર પાણીથી AC કોઈલ્સની નાજુક એલ્યુમિનિયમ ‘ફિન્સ’ને નુકસાન પહોંચાડી શકે છે. આ સર્વિસથી આસપાસની દીવાલ અને એરિયા ગંદો થવાનો ભય રહે છે.
નોર્મલ સર્વિસના ફાયદા અને નુકસાન
ફાયદા: સૌથી મોટો ફાયદો એ છે કે આ સસ્તી હોય છે. આમાં ACને નુકસાન થવાનું જોખમ ઓછું હોય છે કારણ કે સેન્સર કે PCB (સર્કિટ) માં પાણી જવાનો ખતરો રહેતો નથી.
નુકસાન: આ સર્વિસ ઉપર-ઉપરથી AC સાફ કરી શકે છે પણ કોઈલ્સની અંદર જામી ગયેલી ગંદકી કાઢી શકતી નથી. તે ACને મેન્ટેન તો કરી શકે છે પણ તેના કંડેન્સરને પૂરી રીતે ખોલી શકતી નથી, જેના કારણે કૂલિંગમાં બહુ ફરક પડતો નથી.

