Reliance Jio IPO Update: ક્યારે આવશે રિલાયન્સ જિયોનો આઈપીઓ? મુકેશ અંબાણીએ આપ્યું મોટું અપડેટ, તૂટશે લિસ્ટિંગના તમામ રેકોર્ડ!

Arati Parmar
2 Min Read

Reliance Jio IPO Update: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો પ્લેટફોર્મ્સના બહુપ્રતિક્ષિત આઈપીઓ (IPO) ને લઈને મોટો સંકેત આપ્યો છે. અંબાણીએ તેને એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ ગણાવતા સંકેત આપ્યો છે કે કંપની ભારતના અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓની તૈયારીમાં ઝડપથી આગળ વધી રહી છે. અંબાણીએ કંપનીની અર્નિંગ્સ રિલીઝ દરમિયાન કહ્યું, ‘મને એ જણાવતા આનંદ થાય છે કે અમે જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગની દિશામાં સતત આગળ વધી રહ્યા છીએ. આ તેની સફરમાં એક ઐતિહાસિક વળાંક સાબિત થશે.’

બજારના નિષ્ણાતોના મતે, રિલાયન્સ મે 2026ની શરૂઆતમાં આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર (DRHP) દાખલ કરી શકે છે. જેમાં નાણાકીય વર્ષ 2026 (FY26) ના સંપૂર્ણ આંકડાઓ સામેલ કરવામાં આવશે. 180 અબજ ડોલર (આશરે 17 લાખ કરોડ રૂપિયા) ના સંભવિત મૂલ્યાંકન સાથે, આ આઈપીઓ અંદાજે 4 અબજ ડોલર એકત્ર કરી શકે છે, જે તેને ભારતીય ઇતિહાસના સૌથી મોટા લિસ્ટિંગમાંનું એક બનાવશે.

- Advertisement -

કેવું રહ્યું જિયોનું પ્રદર્શન?

રિલાયન્સે ગઈકાલે એટલે કે શુક્રવારે જિયો પ્લેટફોર્મ્સના માર્ચ ત્રિમાસિકના આંકડા રજૂ કર્યા હતા. આ ત્રિમાસિકમાં જિયો પ્લેટફોર્મ્સે શાનદાર પરિણામો નોંધાવ્યા છે:

  • ઓપરેટિંગ રેવન્યુ 13% વધીને 44,928 કરોડ રૂપિયા થઈ ગઈ.

  • નેટ પ્રોફિટ 13% વધીને 7,935 કરોડ રૂપિયા થયો.

  • EBITDA માં 18% નો વધારો થયો.

  • ARPU (ગ્રાહક દીઠ કમાણી) વધીને 214 રૂપિયા થઈ ગઈ.

  • કુલ ડેટા ટ્રાફિકમાં 35% વૃદ્ધિ થઈ.

  • 91 લાખ નવા ગ્રાહકો જોડાયા.

રોકાણકારો માટે JIO IPO ના શું અર્થ?

જેએમ ફાઇનાન્શિયલ અને CLSA જેવા મોટા બ્રોકર્સનું માનવું છે કે જિયોનું લિસ્ટિંગ રિલાયન્સના શેર માટે એક મોટું બૂસ્ટર સાબિત થશે. નિષ્ણાતો માને છે કે અલગ લિસ્ટિંગથી જિયોનું સ્વતંત્ર મૂલ્યાંકન થઈ શકશે, જોકે રિલાયન્સના હિસ્સા પર હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટનું જોખમ હોઈ શકે છે, પરંતુ તેની શક્યતા ઓછી છે. મુકેશ અંબાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જિયો હવે માત્ર એક ટેલિકોમ કંપની નથી, પરંતુ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને આગામી પેઢીના તકનીકી પ્લેટફોર્મ્સને લોકશાહીકરણ કરવાની દિશામાં કામ કરી રહી છે.

- Advertisement -
Share This Article