Cyber Fraud Alert: દિવાળીના તહેવારમાં ભારતીય ઓનલાઈન ખરીદદારોને એઆઈ આધારિત છેતરપિંડીનો મોટો ખતરો

Arati Parmar
2 Min Read

Cyber Fraud Alert: ભારતમાં દિવાળી નજીક આવતાની સાથે, સાયબર ગુનેગારો પણ સક્રિય બન્યા છે અને ઓનલાઈન ખરીદદારોને છેતરવાનો તમામ પ્રયાસ કરી રહ્યા છે. સાયબર સુરક્ષા કંપની મેકાફીના તાજેતરના સંશોધન અહેવાલમાં જણાવ્યા મુજબ લગભગ ત્રણમાંથી એક ભારતીય ગ્રાહક છેતરપિંડીનો ભોગ બન્યો છે, અને આમાંથી ૩૭ ટકા વ્યક્તિઓએ નાણાકીય નુકસાન નોંધાવ્યું છે.

સાયબર ગુનેગારો ઓનલાઈન ઓનલાઈન ખરીદીમાં વેગ આવતા તેનો લાભ લેવા માટે અનોખી યુક્તિઓ અપનાવી રહ્યા છે. આમાં ડીપફેક, નકલી સંદેશાઓ, નકલી ઈમેઈલ અને વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી) છેતરપિંડીનો ઉપયોગ કરતી સેલિબ્રિટી જાહેરાતોનો સમાવેશ થાય છે.

- Advertisement -

મેકાફીએ જણાવ્યું હતું કે, તહેવારોની મોસમ આનંદનો સમય છે, પરંતુ હવે છેતરપિંડી કરનારાઓ પણ આ સમય દરમિયાન લોકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિકસિત ટેકનોલોજી સાથે, ધમકીઓ પણ વધી રહી છે, અને એઆઈ-આધારિત છેતરપિંડી ઓનલાઈન ખરીદદારો માટે એક નવું જોખમ ઉભું કરે છે.

Share This Article