LG Electronics India IPO: એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા IPOએ રેકોર્ડ તોડ્યો, 4 લાખ કરોડથી વધુ બીડ સાથે બન્યો ભારતનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ્ડ ઈશ્યૂ

Arati Parmar
1 Min Read

LG Electronics India IPO: એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. અંતિમ દિવસે 4 લાખ કરોડથી વધુ અરજી સાથે ભારતનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ્ડ થનારો આઈપીઓ બન્યો છે. જે કુલ 54.02 ગણો ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 3.55 ગણી અરજી કરી છે. જેની ઈશ્યૂ પ્રાઈઝ 1080-1140 હતી.

એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા રૂ. 11,607.01 કરોડનો આઈપીઓ 7 ઓક્ટોબરે ખૂલ્યો હતો. જે પ્રથમ દિવસે 1.05 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ હિસ્સો 82 ટકા રહ્યો હતો. જે અંતિમ દિવસે ભારતના ઈતિહાસમાં અત્યારસુધી સૌથી વધુ 4 લાખ કરોડ અર્થાત (54.02 ગણો) સબ્સ્ક્રાઈબ્ડ થનારો પ્રથમ આઈપીઓ બન્યો છે.

ક્યુઆઈબી-એનઆઈઆઈના મબલક બીડ

- Advertisement -

1997થી હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સમાં કાર્યરત અગ્રણી એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના આઈપીઓ માટે ક્યુઆઈબી અને એનઆઈઆઈએ સૌથી વધુ રૂચિ દર્શાવી હતી. ક્યુઆઈબી (ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ)એ 166.51 ગણા બીડ ભર્યા હતા. જ્યારે એનઆઈઆઈ (નોન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ)એ 22.44 ગણા બીડ ભર્યા હતાં.

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો રેકોર્ડ તોડ્યો

એલજી ઈલેક્ટ્રોનિક્સના આઈપીઓએ સબ્સ્ક્રિપ્શન મામલે 2024માં આવેલા બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓનો રેકોર્ડ તોડ્યો છે. તે સમયે બજાજ હાઉસિંગ ફાઈનાન્સના ઈશ્યૂ માટે કુલ 3.2 લાખ કરોડના બીડ ભરાયા હતાં. બજાજ હાઉસિંગનો રૂ. 6560 કરોડનો આઈપીઓ કુલ 67.43 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. જેમાં રિટેલ પોર્શન 7.41 ગણું, ક્યુઆઈબી 222.05 ગણું અને એનઆઈઆઈ 43.98 ગણું ભરાયું હતું.

Share This Article