AMC Ahmedabad tender process: AMCના કરોડોના વિકાસ કામોમાં ટેન્ડર પ્રક્રિયા કેટલી પારદર્શક? ‘જાહેર નાણાં’ના ખર્ચ સામે સવાલો કેમ ઊભા થયા?
AMC Ahmedabad tender process: અમદાવાદમાં વિકાસના નામે કરોડો રૂપિયાના કામો મંજૂર થાય છે, ટેન્ડર બહાર પડે છે અને કોન્ટ્રાક્ટરોની પસંદગી થાય છે… પરંતુ જ્યારે એ જ પ્રક્રિયા અંગે સવાલો ઊભા થાય ત્યારે સૌથી મોટો પ્રશ્ન થાય છે—શું AMCના કરોડોના વિકાસ કામોમાં ટેન્ડર પ્રક્રિયા ખરેખર સંપૂર્ણ પારદર્શક છે?
તાજેતરમાં AMC Standing Committee સમક્ષ આવેલી કેટલીક કરોડોની દરખાસ્તોમાં ટેન્ડર અને કામની પ્રક્રિયા અંગે સવાલો ઉઠ્યા હતા. જવાબો સંતોષકારક ન લાગતાં કેટલીક દરખાસ્તો પરત મોકલવામાં આવી.
અહીં મુદ્દો માત્ર એક તળાવના વિકાસ કે એક રસ્તાના ખાડા પૂરવાનો નથી.
મુદ્દો છે જનતાના પૈસાનો.
અમદાવાદના નાગરિકો ટેક્સ ચૂકવે છે. એ પૈસામાંથી શહેરના રસ્તા, ડ્રેનેજ, તળાવો, બ્રિજ, ગાર્ડન અને અન્ય સુવિધાઓ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે.
ત્યારે સ્વાભાવિક રીતે કેટલાક સવાલો ઊભા થાય છે—
🔴 ટેન્ડર માટેના માપદંડો કેટલા સ્પષ્ટ હોય છે?
🔴 કામની કિંમત નક્કી કરતી વખતે કયા દરો અને માપદંડોનો આધાર લેવાય છે?
🔴 કોન્ટ્રાક્ટરની યોગ્યતા કેવી રીતે ચકાસવામાં આવે છે?
🔴 સૌથી નીચી બોલી એટલે હંમેશા શ્રેષ્ઠ વિકલ્પ ગણાય?
🔴 કરોડોના કામોમાં ટેન્ડર પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી સામાન્ય નાગરિક માટે કેટલી સરળતાથી ઉપલબ્ધ છે?
🔴 અને સૌથી મહત્વનું—જાહેર નાણાંના દરેક રૂપિયાનો હિસાબ જનતાને મળવો જોઈએ કે નહીં?
વિકાસ કામોનો વિરોધ કરવાનો પ્રશ્ન નથી.
પરંતુ વિકાસના નામે ખર્ચાતા કરોડો રૂપિયા જેટલા મોટા હોય, તેટલી જ મોટી પારદર્શિતા અને જવાબદારી હોવી જોઈએ.
જો AMCની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે તો દરેક સવાલના દસ્તાવેજી જવાબો પણ સરળતાથી મળવા જોઈએ.
કારણ કે શહેર જનતાના પૈસાથી બને છે…
તો જનતાને એ જાણવાનો અધિકાર છે કે તેના પૈસા ક્યાં, કેવી રીતે અને કોના માધ્યમથી ખર્ચાઈ રહ્યા છે.
NewzCafe નો સવાલ સીધો છ
AMCના કરોડોના વિકાસ કામોમાં ટેન્ડર પ્રક્રિયા કેટલી પારદર્શક?
AMC Ahmedabad tender process, Ahmedabad Municipal Corporation tender, AMC development work, AMC tender transparency, Ahmedabad civic development, AMC Standing Committee, Ahmedabad municipal corporation latest news, AMC crore development projects, Ahmedabad public money, AMC tender controversy, Ahmedabad civic issues, AMC latest update, Gujarat municipal tender process

