2026 Toyota Hilux લોન્ચ: નવી ડિઝાઇન, 4WD સિસ્ટમ અને 7 એરબેગ્સ સાથે ભારતીય બજારમાં એન્ટ્રી
2026 Toyota Hilux: ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતીય બજારમાં પોતાની આઇકોનિક અને શક્તિશાળી પિકઅપ એસયુવી ઓલ-ન્યૂ ટોયોટા હાઇલક્સ લોન્ચ કરી દીધી છે અને આ વખતે કંપનીએ ગ્રાહકોની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી છે. સાઇબર સુમો ડિઝાઇન કોન્સેપ્ટ સાથે ટફ એન્ડ એજાઇલ થીમ પર આધારિત આ 9th જનરેશન હાઇલક્સને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે લોકો તેને શહેરમાં પણ ચલાવી શકે અને મુશ્કેલ રસ્તાઓ પર ઓફ-રોડ એડવેન્ચરનો પણ આનંદ લઈ શકે. IMV પ્લેટફોર્મ પર આધારિત આ એસયુવીમાં 2.8-લિટરનું શક્તિશાળી BS6 ફેઝ-2 ડીઝલ એન્જિન, અદ્યતન 4WD સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક ડિફરેનશિયલ લોક, અત્યાધુનિક 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7 એરબેગ્સ સહિત અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે.
તમામ વેરિઅન્ટ્સની કિંમત અને કલર ઓપ્શન્સ
ઓલ-ન્યૂ ટોયોટા હાઇલક્સને ભારતીય બજારમાં એશ ગ્રે, સલ્ફર મેટાલિક, પ્લેટિનમ પર્લ વ્હાઇટ, એટિટ્યુડ બ્લેક, ઇમોશનલ રેડ અને સુપર વ્હાઇટ જેવા 6 આકર્ષક કલર ઓપ્શન્સ અને 3 અલગ-અલગ વેરિઅન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે, જેમની એક્સ-શોરૂમ કિંમતો નીચે મુજબ છે:
- New Toyota Hilux 4X2 GX AT: ₹31.99 લાખ
- New Toyota Hilux 4X4 GX AT: ₹33.69 લાખ
- New Toyota Hilux 4X4 VX AT: ₹36.69 લાખ
લુક અને ડિઝાઇનમાં શું બદલાયું?
ઓલ-ન્યૂ ટોયોટા હાઇલક્સના લુક અને ડિઝાઇનની વાત કરીએ તો તેમાં નવી ફ્રન્ટ ફેશિયા આપવામાં આવી છે, જેમાં પરંપરાગત હેક્સાગોનલ ગ્રિલના સ્થાને હવે શાર્પ બોડી-કલર હનીકોમ પેટર્ન ગ્રિલ આપવામાં આવી છે.
આ લાઇફસ્ટાઇલ પિકઅપમાં સ્લિમ અને શાર્પ LED લાઇટ્સ, LED પ્રોજેક્ટર હેડલાઇટ્સ સાથે ઇન્ટિગ્રેટેડ ક્રોમ અથવા ગ્લોસ-બ્લેક સ્ટ્રિપ, C-શેપ LED ટેલલાઇટ્સ, મસ્ક્યુલર બમ્પર અને સ્કિડ પ્લેટ આપવામાં આવ્યા છે. સાઇડ લુકને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં સ્ક્વેર-ઓફ બ્લેક વ્હીલ આર્ચ ક્લેડિંગ અને 17-ઇંચના નવા મેટ બ્લેક ફિનિશ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
ફ્રન્ટ ગ્રિલ અને પાછળના ટેલગેટ પર ટોયોટાના પરંપરાગત લોગોની જગ્યાએ હવે મોટા અને બોલ્ડ અક્ષરોમાં TOYOTA લખવામાં આવ્યું છે. ઉપરાંત ટ્રક બેડ સુધી સરળતાથી પહોંચવા માટે પાછળની બાજુએ નવું ઇન્ટિગ્રેટેડ બેડ સ્ટેપ અને ફૂટબોર્ડ પણ આપવામાં આવ્યું છે.
મોડર્ન ફીચર્સ અને શ્રેષ્ઠ સેફ્ટી
ઓલ-ન્યૂ ટોયોટા હાઇલક્સનું કેબિન હવે પહેલાં કરતાં વધુ પ્રીમિયમ બની ગયું છે. તેનો નવો ડેશબોર્ડ લેઆઉટ ટોયોટાની પ્રીમિયમ એસયુવી લેન્ડ ક્રૂઝરથી પ્રેરિત છે.
કેબિનની અંદર ગ્રાહકોને સોફ્ટ-ટચ ફિનિશ, પ્રીમિયમ ડેશબોર્ડ, કોન્ટ્રાસ્ટ સ્ટિચિંગવાળી આરામદાયક લેધરેટ સીટ્સ, 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો, 7-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટોયોટા આઇ-કનેક્ટ અને 8-સ્પીકર ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે.
સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો નવી હાઇલક્સમાં 7 એરબેગ્સ, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ, ABS સાથે બ્રેક અસિસ્ટ, રિયર પાર્કિંગ સેન્સર, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, પેનોરામિક વ્યૂ મોનિટર અને 360 ડિગ્રી કેમેરા સહિત અનેક સુવિધાઓ આપવામાં આવી છે.
શક્તિશાળી એન્જિન અને પરફોર્મન્સ
ટોયોટા કિર્લોસ્કર મોટર ઇન્ડિયાની નવી હાઇલક્સમાં વિશ્વસનીય 2.8-લિટર BS6 ફેઝ-2 ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 204 PSની પાવર અને 500 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને 80-લિટરના મોટા ફ્યુઅલ ટાંક સાથે જોડવામાં આવ્યું છે, જે લાંબા અંતરની મુસાફરી અને કઠિન રસ્તાઓ પર ઉત્તમ પરફોર્મન્સ સુનિશ્ચિત કરે છે.
ઓફ-રોડ શોખીનો માટે તેમાં હાઈ (H4) અને લો (L4) રેન્જવાળી અદ્યતન 4WD સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક ડિફરેનશિયલ લોક અને ડાઉનહિલ અસિસ્ટ કંટ્રોલ (DAC) જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

