Range Rover Sport Twenty Edition: Range Rover Sport મોડેલના પ્રોડક્શનના 20 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં Land Roverએ ભારતમાં Range Rover Sport TWENTY Edition લોન્ચ કરી દીધું છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹1.90 કરોડ રાખવામાં આવી છે. આ એક લિમિટેડ એડિશન મોડેલ છે અને કંપનીના 20 વર્ષના ઇતિહાસ, ખાસ કરીને Stormer Concept અને Vesuvius Orange First Editionથી પ્રેરિત છે. આ ગાડીનું દમદાર એન્જિન 530 HPની પાવર આપે છે, જેના કારણે તે કોઈપણ રસ્તા પર સરળતાથી ચઢી શકે છે. આ ઉપરાંત પણ આ લક્ઝરી SUVમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો તમને આ કારની ખાસિયતો વિશે વિગતવાર જણાવીએ.
એક્સક્લુઝિવ કલર અને ડિઝાઇન
- ખાસ રંગ: તેમાં સૌથી ખાસ Sanguinello Orange કલર આપવામાં આવ્યો છે, જે તેના આઇકોનિક Stormer Conceptની યાદ અપાવે છે. આ ઉપરાંત Santorini Black અને Ostuni White રંગ પણ ઉપલબ્ધ છે.
- બ્લેક એક્સટીરિયર પેક: SUVને સ્પોર્ટી અને ડાર્ક લુક આપવા માટે બ્લેક એક્સટીરિયર ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું છે.
- 23-ઇંચ એલોય વ્હીલ્સ: SUVમાં 23-ઇંચના ગ્લૉસી સિલ્વર એલોય વ્હીલ્સ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવ્યા છે. તેની સાથે Gloss Black Wheelsનો પણ વિકલ્પ છે.
- TWENTY બેજિંગ: ગાડીની બહારની તરફ અનેક જગ્યાએ TWENTYની બેજિંગ આપવામાં આવી છે.
કેબિન અને ઇન્ટિરિયર
- SV સીટ્સ: તેના ઇન્ટિરિયરમાં ફ્લેગશિપ Range Rover Sport SVમાંથી લેવામાં આવેલી Ebony Windsor Sports Seats આપવામાં આવી છે.
- પ્રીમિયમ ફિનિશ: કારની અંદર Forged Carbon Finishing, Black Suedecloth Headlining અને ચમકતી TWENTY Illuminated Tread Plates આપવામાં આવી છે.
એન્જિન અને પરફોર્મન્સ
- 4.4-લીટર V8 એન્જિન: ભારતમાં તેમાં 4.4-લીટરનું Twin-Turbo V8 Mild-Hybrid Petrol Engine આપવામાં આવ્યું છે.
- પાવર અને ટોર્ક: પાવર આઉટપુટની વાત કરીએ તો આ પાવરફુલ એન્જિન 530 PSની પાવર અને 750 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
- ઝડપ: આ ભારે-ભરખમ SUV માત્ર 4.5 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
Range Rover Sportના 20 વર્ષના ઐતિહાસિક કારનામા
Range Rover Sportએ છેલ્લા બે દાયકામાં અનેક ઇતિહાસ રચ્યા છે. 2013માં Pikes Peak Hill Climbમાં પ્રોડક્શન SUVનો રેકોર્ડ બનાવ્યો. 2018માં આ ગાડીએ ચીનના Heaven’s Gateની 45-ડિગ્રી ઢાળવાળી 999 સીડીઓ ચઢી હતી. સાઉદી અરેબિયાના ખાલી રણમાં Range Rover Sportએ 800 કિલોમીટરનો હાઇ-સ્પીડ રન પૂર્ણ કર્યો. આઇસલેન્ડના Kárahnjúkar Dam પર વહેતા પાણીની વચ્ચે 193 મીટર ઉપર ચઢવાનું કારનામું કર્યું.

