7-Seater Cars Sales: અર્ટિગા બની સૌથી વધુ વેચાતી 7-સીટર કાર, જાણો ટોપ-10ની યાદી

Arati Parmar
3 Min Read
7-Seater Cars Sales

ઓક્ટોબરમાં 7-સીટર કારની ખરીદીમાં વધારો, અર્ટિગા પ્રથમ તો સ્કોર્પિયો બીજા સ્થાને

7 Seater Cars Sales October 2026: ભારતીય ઓટોમોબાઇલ બજારમાં મોટા પરિવારો માટે 7-સીટર કાર (MPV અને SUV)ની હંમેશાં સારી માંગ રહી છે. તહેવારોની મોસમ દરમિયાન ઓક્ટોબર 2026માં પણ 7-સીટર કાર સેગમેન્ટમાં સારું વેચાણ જોવા મળ્યું છે. પોસાય તેવી ફેમિલી MPVથી લઈને પ્રીમિયમ ફુલ-સાઇઝ SUV સુધી, ગ્રાહકોએ આ વાહનો પર ખૂબ વિશ્વાસ વ્યક્ત કર્યો. વેચાણના ચાર્ટમાં મારુતિ સુઝુકી અર્ટિગા ટોચ પર રહી, તો ટોયોટા ફોર્ચ્યુનર સહિત બીજી ઘણી કારના વેચાણમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ચાલો તમને જણાવીએ કે ઓક્ટોબર 2026માં સૌથી વધુ વેચાયેલી 10 7-સીટર કાર કઈ હતી અને કઈ કારને કેટલા ગ્રાહકો મળ્યા.

7-સીટર કાર સેગમેન્ટમાં ઓક્ટોબર 2026માં કુલ 1,07,960 વાહનોનું વેચાણ નોંધાયું. તેની સરખામણી જો ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં વેચાયેલી 99,571 યુનિટ્સ સાથે કરવામાં આવે તો વાર્ષિક ધોરણે વેચાણમાં 8.4%નો વધારો જોવા મળે છે.

- Advertisement -

ઓક્ટોબર 2026ની ટોચની 10 7-સીટર કાર

1. Maruti Suzuki Ertiga

ઓક્ટોબર 2026માં આ સૌથી વધુ વેચાયેલી 7-સીટર કાર રહી. તેને કુલ 20,641 ગ્રાહકો મળ્યા. ઓક્ટોબર 2025માં તેની 20,087 યુનિટ્સ વેચાઈ હતી.

2. Mahindra Scorpio

વેચાણના ચાર્ટમાં બીજા સ્થાને રહેલી મહિન્દ્રા સ્કોર્પિયોની કુલ 19,353 યુનિટ્સ વેચાઈ. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 8.2%નો વધારો થયો.

- Advertisement -

3. Mahindra Bolero

મહિન્દ્રા બોલેરો ત્રીજી સૌથી વધુ વેચાયેલી 7-સીટર કાર રહી. તેને 12,348 લોકોએ ખરીદી. જોકે, તેના વેચાણમાં 13.9%નો ઘટાડો જોવા મળ્યો.

4. Mahindra XUV7XO

10,254 યુનિટ્સના વેચાણ સાથે XUV7XO વેચાણના ચાર્ટમાં ચોથા સ્થાને રહી. ગયા વર્ષના ઓક્ટોબરમાં તેને 10,139 ગ્રાહકો મળ્યા હતા.

- Advertisement -

5. Toyota Innova

ટોયોટાની આ જાણીતી MPVની ઓક્ટોબરમાં 9,441 યુનિટ્સ વેચાઈ. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 14.9%નો ઘટાડો જોવા મળ્યો છે.

6. Kia Carens

ઓક્ટોબર 2026માં આ કારને કુલ 6,918 ગ્રાહકો મળ્યા. ગયા વર્ષના ઓક્ટોબરમાં તેની 8,779 યુનિટ્સ વેચાઈ હતી.

7. Mahindra XEV 9S

વેચાણના ચાર્ટમાં સાતમા સ્થાને રહેલી મહિન્દ્રાની આ કારને ઓક્ટોબર 2026માં 4,865 લોકોએ ખરીદી.

8. Toyota Fortuner

ઓક્ટોબર મહિનામાં ફોર્ચ્યુનરની 3,976 યુનિટ્સનું વેચાણ નોંધાયું. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 36.2%નો વધારો થયો.

9. Maruti Suzuki XL6

મારુતિની આ કાર વેચાણના ચાર્ટમાં 3,785 યુનિટ્સના વેચાણ સાથે નવમા સ્થાને રહી. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 4.8%નો વધારો થયો.

10. Toyota Rumion

ઓક્ટોબર 2026માં આ કારને કુલ 2,784 ગ્રાહકો મળ્યા. ગયા વર્ષના ઓક્ટોબરમાં તેની 3,075 યુનિટ્સ વેચાઈ હતી.

Share This Article