Sedan Car Sales February 2026: Dzire સામે બધું ફેઈલ, એકલા 53% માર્કેટ પર મારુતિનો કબજો, જુઓ ટોપ-10 સેડાન કારનું વેચાણ

Arati Parmar
3 Min Read

Sedan Car Sales February 2026: સેડાન ગાડીઓ હંમેશા તેમના કમ્ફર્ટ, સ્ટાઈલ અને શાનદાર ફીચર્સ માટે જાણીતી રહી છે. ટાટા, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, હોન્ડા સહિત ભારતની અનેક કંપનીઓ સેડાન કારનું વેચાણ કરે છે. ફેબ્રુઆરી 2026 માં સૌથી વધુ વેચાતી સેડાન કારનું લિસ્ટ જાહેર થઈ ગયું છે. આંકડા મુજબ, ફેબ્રુઆરી 2026 માં કુલ 35,919 સેડાન ગાડીઓ વેચાઈ છે, જે ગયા વર્ષના ફેબ્રુઆરી (29,347 યુનિટ્સ) ની સરખામણીએ 22% નો વધારો દર્શાવે છે.

Dzire નો જલવો, તો Aura ના વેચાણમાં પણ સુધારો

  • મારુતિ સુઝુકી ડિઝાયર: સેલ્સ ચાર્ટ જોતા જ સ્પષ્ટ થાય છે કે ડિઝાયરનો કોઈ મુકાબલો નથી. ફેબ્રુઆરી 2026 માં ડિઝાયરના 19,326 યુનિટ્સ વેચાયા છે, જે ગયા વર્ષ કરતા 31.5% વધુ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આખા સેડાન માર્કેટના 53.8% હિસ્સા પર એકલી ડિઝાયરનો કબજો છે. એટલે કે ભારતમાં વેચાતી દર બીજી સેડાન કાર ડિઝાયર છે.

  • હ્યુન્ડાઈ ઓરા: બીજા સ્થાને રહેલી હ્યુન્ડાઈ ઓરાએ પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેણે 40.4% ના વાર્ષિક વધારા સાથે 6,733 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. તેનું માર્કેટ શેર 18.7% રહ્યું છે.

Amaze, Virtus અને Slavia નું વેચાણ

  • હોન્ડા અમેઝ: 3,513 યુનિટ્સના વેચાણ સાથે લિસ્ટમાં ત્રીજા નંબરે રહી છે. જોકે, તેની વૃદ્ધિ 7.7% સાથે થોડી ધીમી રહી છે.

  • ફોક્સવેગન વર્ટસ: ફેબ્રુઆરી 2026 માં 1,804 યુનિટ્સના વેચાણ સાથે ચોથા નંબરે રહી છે. તેના વેચાણમાં 1.8% નો નજીવો ઘટાડો જોવા મળ્યો છે.

  • સ્કોડા સ્લાવિયા: પાંચમા નંબરે રહેલી સ્લાવિયાના કુલ 1,674 યુનિટ્સ વેચાયા છે. ગયા વર્ષની સરખામણીએ તેના વેચાણમાં 85.8% નો જંગી વધારો થયો છે.

Tigor અને Verna ના વેચાણમાં ઘટાડો

  • ટાટા ટિગોર: ટાટાની આ સેડાનના વેચાણમાં 6.6% નો ઘટાડો થયો છે. ફેબ્રુઆરી 2026 માં તેના 1,447 યુનિટ્સ વેચાયા છે.

  • હ્યુન્ડાઈ વર્ના: વેચાણના મામલે આ કાર સાતમા નંબરે રહી છે. તેના માત્ર 694 યુનિટ્સ વેચાયા છે, જે ગયા વર્ષની સરખામણીએ 42% નો મોટો ઘટાડો દર્શાવે છે.

City, Camry અને Octavia ની હાલત

  • હોન્ડા સિટી: ફેબ્રુઆરી 2026 માં કુલ 525 લોકોએ જ આ કાર ખરીદી છે. તેના વેચાણમાં 40% નો ઘટાડો નોંધાયો છે.

  • ટોયોટા કેમરી: નવમા નંબરે રહેલી કેમરીના માત્ર 203 યુનિટ્સ વેચાયા છે.

  • સ્કોડા ઓક્ટાવિયા: દસમા નંબરે રહેલી ઓક્ટાવિયાને ફેબ્રુઆરી 2026 માં એક પણ ગ્રાહક મળ્યો નથી. તેનું વેચાણ શૂન્ય રહ્યું છે.

Share This Article