Best Bikes for Ladakh Trip: લદ્દાખ રોડ ટ્રિપ માટે આ 5 મોટરસાઇકલ છે બેસ્ટ, જાણો ફીચર્સ અને ખાસિયતો

Arati Parmar
4 Min Read

Best Bikes for Ladakh Trip: લદ્દાખ ટ્રિપ માટે શ્રેષ્ઠ 5 બાઇક્સ, મુશ્કેલ રસ્તાઓ પર પણ આપશે જબરદસ્ત પરફોર્મન્સ

Best Bikes for Ladakh Trip: લદ્દાખ મોટાભાગના બાઇકર્સ માટે સૌથી લોકપ્રિય ડેસ્ટિનેશન છે. લદ્દાખની સુંદર ખીણો, મુશ્કેલ દર્રાઓ અને ઑફ-રોડિંગ રસ્તાઓ પર બાઇક ચલાવવું દરેક બાઇકરનું સ્વપ્ન હોય છે. પરંતુ ખાર્દુંગ લા પાસ, પૈંગોંગ લેક અને જોજી લા પાસ જેવા વિસ્તારોમાં બાઇક ચલાવવું જેટલું રોમાંચક છે, એટલું જ પડકારજનક પણ છે. આવા રસ્તાઓ માટે શક્તિશાળી એન્જિન, મજબૂત સસ્પેન્શન અને વધુ સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ધરાવતી બાઇક હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે પણ બાઇક દ્વારા લદ્દાખ રોડ ટ્રિપનું આયોજન કરી રહ્યા છો, તો આ 5 મોટરસાઇકલ તમારી મુસાફરીને સરળ અને યાદગાર બનાવી શકે છે. ચાલો આ મોટરસાઇકલ વિશે જાણીએ.

Royal Enfield Himalayan 450

- Advertisement -

લદ્દાખ ટ્રિપની વાત હોય અને રોયલ એનફિલ્ડ હિમાલયનનું નામ ન આવે, એવું બની શકે નહીં. આ એક એડવેન્ચર ટૂરિંગ મોટરસાઇકલ છે, જે મુશ્કેલ રસ્તાઓને સરળતાથી પાર કરી શકે છે.

ખાસિયત – તેમાં 452ccનું લિક્વિડ-કૂલ્ડ એન્જિન મળે છે, જે 40 PSની પાવર જનરેટ કરે છે.

- Advertisement -

શા માટે પસંદ કરવી? – તેનું શાનદાર ગ્રાઉન્ડ ક્લિયરન્સ, સસ્પેન્શન અને આરામદાયક રાઇડિંગ પોઝિશન તેને પથ્થરાળા રસ્તાઓ અને વોટર-ક્રોસિંગ પાર કરવા માટે નંબર-1 બાઇક બનાવે છે.

KTM 390 Adventure અને Adventure X

- Advertisement -

જો તમે એડવેન્ચર સાથે ઉત્તમ સ્પીડ અને આધુનિક ફીચર્સ ઇચ્છતા હો, તો KTM 390 Adventure પણ એક શાનદાર વિકલ્પ છે.

તેમાં 349ccનું શક્તિશાળી એન્જિન આપવામાં આવ્યું છે. સાથે જ તેમાં કોર્નરિંગ ABS, ટ્રેક્શન કંટ્રોલ અને ક્વિકશિફ્ટર જેવા શાનદાર ફીચર્સ મળે છે. તેનું પરફોર્મન્સ ખૂબ જ ઉત્તમ છે. હાઇવે પર ઝડપી સ્પીડથી લઈને પહાડોના પથ્થરાળા રસ્તાઓને પણ તે સરળતાથી પાર કરી લે છે.

Royal Enfield Bullet અને Classic 350

એન્જિન – વર્ષોથી લદ્દાખ જનાર રાઇડર્સની પ્રથમ પસંદ રોયલ એનફિલ્ડની સૌથી લોકપ્રિય મોટરસાઇકલ Bullet અને Classic 350 રહી છે. ખાસિયતની વાત કરીએ તો તેમાં 349ccનું શક્તિશાળી એન્જિન આપવામાં આવ્યું છે, જે ઉત્તમ પાવર અને ટોર્ક પ્રદાન કરે છે.

શા માટે પસંદ કરવી? – તેની સૌથી મોટી ખાસિયત તેનો મસ્ક્યુલર લુક, આરામદાયક રાઇડિંગ પોઝિશન અને ઉત્તમ હેન્ડલિંગ છે, જે લદ્દાખની મુસાફરીને યાદગાર બનાવી દે છે.

Hero XPulse 200 4V અને 210

જો તમે લદ્દાખ જવા માટે ઓછા બજેટમાં ઉત્તમ અને હળવી ઑફ-રોડર બાઇક ઇચ્છતા હો, તો Heroના આ બંને મોડલ સૌથી સારા વિકલ્પ છે. ઊબડખાબડ અને પથ્થરાળા રસ્તાઓને આ મોટરસાઇકલ સરળતાથી પાર કરી જાય છે.

તેની સૌથી મોટી ખાસિયત 199.6ccનું એન્જિન, અત્યંત હળવું બોડીવેઇટ અને લાંબું સસ્પેન્શન ટ્રાવેલ છે. જો બાઇક મુશ્કેલ સ્થળે, રસ્તામાં અથવા કાદવમાં ફસાઈ જાય, તો તેને એકલા હાથે સંભાળવી અથવા બહાર કાઢવી સરળ બને છે. તેનું માઇલેજ પણ ખૂબ જ સારું છે.

Suzuki V-Strom SX

આ યાદીમાં છેલ્લું નામ છે Suzuki V-Strom SX. આ Suzuki ની એડવેન્ચર ટૂરિંગ મોટરસાઇકલ છે, જેને તમે દૈનિક કમ્યુટિંગ (રોજિંદા ઉપયોગ) અને લાંબી રાઇડ્સ માટે ચલાવી શકો છો. તેમાં 249ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 26.5 PSની પાવર અને 22.2 Nmનો ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં અનેક શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. તેને ચલાવવાનો અનુભવ પણ ખૂબ જ મજેદાર છે.

Share This Article