Bolt.earth partnership Statiq: દેશનું સૌથી મોટું પીઅર-ટુ-પીઅર (P2P) ઈવી ચાર્જિંગ નેટવર્ક Bolt.Earth અને ઝડપથી વિકસતા ઈવી ચાર્જિંગ નેટવર્ક Statiq એ વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. Statiq દેશની જૂની ઈવી ચાર્જિંગ નેટવર્ક કંપની છે, જે કાર માટે AC અને હાઈ સ્પીડ DC ફાસ્ટ ચાર્જિંગ તૈયાર કરે છે. આ બંને સાથે આવ્યા છે જેથી દેશવ્યાપી ઈવી ચાર્જિંગ નેટવર્કનો વિસ્તાર કરી શકાય. આ ભાગીદારી એટલા માટે થઈ છે જેથી ઇલેક્ટ્રિક કાર ચલાવતા યુઝર્સને વધુ ફાસ્ટ ચાર્જિંગ ઓપ્શન મળે.
આ ભાગીદારી દ્વારા ઈવી ડ્રાઇવર્સ સરળતાથી ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જરને લોકેટ, એક્સેસ અને પેમેન્ટ કરી શકશે. Bolt.Earth અને Statiq બંનેની એપની મદદથી આ કામ સરળતાથી થઈ શકે છે.
આ બંનેની ભાગીદારીથી કેવી રીતે ફાયદો થશે?
Statiq ના વ્યાપક ફોર-વ્હીલર ફાસ્ટ ચાર્જિંગ (DC) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇન્ટિગ્રેટ કરવા અને Bolt.Earth ના યુનિવર્સલ ચાર્જિંગ પ્લેટફોર્મની મદદથી આ ભાગીદારીને દેશના મુખ્ય શહેરોમાં હાઇ સ્પીડ ચાર્જિંગ લોકેશનના નેટવર્કને વિસ્તારવામાં મદદ મળશે. શહેરો ઉપરાંત હાઈ-વે પર પણ આ ચાર્જિંગ નેટવર્ક લગાવવામાં આવશે.
Statiq નું નેટવર્ક કેટલું મોટું?
જણાવી દઈએ કે Statiq દેશની સૌથી મોટી અને સૌથી ઝડપથી ગ્રોથ બતાવતી ઈવી ચાર્જિંગ કંપનીઓમાંથી એક છે. આ કંપની એસી અને ફાસ્ટ-સ્પીડ ડીસી સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. આ કંપની કાર માટે એસી અને ડીસી ચાર્જિંગ નેટવર્ક પૂરું પાડે છે.
આ કંપનીની પ્રેઝન્સ ઘણી સ્ટ્રોન્ગ છે. દેશના મુખ્ય શહેરો, હાઈવે અને કોમર્શિયલ હબમાં આ કંપનીની મોટી પકડ છે. આ કંપની ભરોસાપાત્ર અર્બન અને ઇન્ટરસિટી ચાર્જિંગ નેટવર્કનું એક્સેસ આપે છે, જેનાથી ઈવી ડ્રાઇવરને રેન્જની ચિંતા સતાવતી નથી અને તેઓ ખૂબ જ સરળતાથી પોતાની કાર ફેરવે છે.
યુઝર્સને મળશે આ ફાયદા
યુઝર્સના મુખ્ય ચેલેન્જ પર ફોકસ
યુઝરને મળશે સીમલેસ એક્સપિરિયન્સ
સિંગલ એપ પર મોટા ચાર્જિંગ નેટવર્કની જાણકારી
ઇન્ટિગ્રેટેડ પેમેન્ટ્સ
રિયલ-ટાઇમ ચાર્જિંગ અપડેટ
P2P પ્લેટફોર્મનો મોટો ફાયદો
આ ભાગીદારીનો ઉદ્દેશ્ય શું છે?
કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ એક્સપિરિયન્સને સરળ બનાવવાનો છે. જેથી વધુમાં વધુ યુઝર્સ ઈવી ચાર્જિંગ નેટવર્કનો ઉપયોગ કરી શકે. દેશભરમાં ક્યાંય પણ ઇલેક્ટ્રિક કારને ચાર્જિંગનો સપોર્ટ મળશે. આ સિવાય યુઝરને સીમલેસ યુઝર એક્સપિરિયન્સ મળશે.

