BYD Great Tang Electric SUV: એકવાર ચાર્જ કરવા પર 950 કિલોમીટર સુધી ચાલશે આ કાર, આ દેશમાં થશે લોન્ચ, જાણો ખૂબીઓ

Arati Parmar
3 Min Read

BYD Great Tang Electric SUV: દુનિયાની દિગ્ગજ ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની BYD પોતાની નવી ઇલેક્ટ્રિક SUV ને આ જ વર્ષે મે મહિનામાં ચીનમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ કારનું નામ છે ‘ગ્રેટ ટેંગ’ (Great Tang) અને તે પોતાની લાંબી રેન્જને કારણે ચર્ચામાં છે. સિંગલ ચાર્જમાં આ કાર 950 કિલોમીટર સુધીની મુસાફરી ખેડી શકશે. આ કાર સંપૂર્ણ ઇલેક્ટ્રિક (BEV) અને હાઇબ્રિડ (PHEV) બંને ઓપ્શનમાં આવશે. વર્ષ 2025 માં શાંઘાઈ ઓટો શોમાં ‘ડાયનેસ્ટી-D’ કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો હતો, આ કાર તે જ મોડેલનું પ્રોડક્શન વર્ઝન છે. આવો જાણીએ તેની વિશેષતાઓ વિશે વિગતવાર.

રેન્જ અને પર્ફોર્મન્સ

આ ઇલેક્ટ્રિક SUV ની સૌથી મોટી ખાસિયત તેની લાંબી રેન્જ છે. ઇલેક્ટ્રિક મોડેલ (BEV) માં BYD ની ‘બ્લેડ બેટરી’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ કંપનીએ ગાડીઓમાં ફ્લેશ-ચાર્જિંગ ટેકનોલોજી પણ આપી છે, જેનાથી તેને ચાર્જ થવામાં વધુ સમય લાગતો નથી.

- Advertisement -
  • રિયર-વ્હીલ ડ્રાઇવ: આ વેરિઅન્ટ એકવાર ફૂલ ચાર્જ થવા પર લગભગ 950 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. તેમાં 130.15 kWh ની મોટી બેટરી આપવામાં આવી છે, જેને 300 kW ના મોટર સાથે જોડવામાં આવી છે.

  • ઓલ-વ્હીલ ડ્રાઇવ: જે લોકોને વધુ સ્પીડ પસંદ છે, તેમના માટે ઓલ-વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટ વધુ સારું રહેશે. તે માત્ર 3.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ વેરિઅન્ટ 850 કિલોમીટરની રેન્જ આપે છે.

હાઇબ્રિડ મોડેલ (PHEV) ના વેરિઅન્ટ્સ

કંપનીએ આ કારના હાઇબ્રિડ મોડેલ (PHEV) ના બે વર્ઝન રજૂ કર્યા છે.

  1. DM-i વર્ઝન: તેમાં 200 kW ની ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે અને તે માત્ર બેટરી પર 341 કિલોમીટર (212 માઈલ) સુધી ચાલી શકે છે.

  2. DM-p વર્ઝન: આ વર્ઝન વધુ પાવરફુલ છે અને તેમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) ની સુવિધા પણ મળશે.

શાનદાર ફીચર્સ અને કંટ્રોલ

મોટી SUV હોવા છતાં તેને ચલાવવી ખૂબ જ સરળ છે. ડ્રાઇવિંગને આરામદાયક બનાવવા માટે તેમાં કેટલાક શ્રેષ્ઠ ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમ કે:

- Advertisement -
  • રિયર-વ્હીલ સ્ટીયરિંગ: તેમાં કારના આગળના પૈડાંની સાથે પાછળના પૈડાં પણ સ્ટીયરિંગ વ્હીલ સાથે જોડાયેલા હોય છે. આનાથી કાર વાળતી વખતે પાછળના પૈડાં પણ વળે છે, જેના કારણે કારને ઓછી જગ્યામાં સરળતાથી વાળી શકાય છે. તેનો ટર્નિંગ રેડિયસ એક નાની મિની કાર કરતા પણ સારો છે.

  • એર સસ્પેન્શન: તેમાં એર સસ્પેન્શન સિસ્ટમ આપવામાં આવી છે, જે ખરાબ રસ્તાઓના ઝટકાઓને અનુભવવા દેતી નથી અને મુસાફરીને આરામદાયક બનાવે છે.

Share This Article