Car Brake Failure Tips: અચાનક બ્રેક કામ કરવાનું બંધ કરી દે તો ચાલતી કારને કેવી રીતે રોકવી? અપનાવો આ રીતો

Arati Parmar
3 Min Read

Car Brake Failure Tips: કાર ચલાવવી ઘણા લોકોને ગમતી હોય છે, પરંતુ જો ચાલતી કારમાં અચાનક બ્રેક કામ કરવાનું બંધ કરી દે તો તે કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલીભરી સ્થિતિ બની શકે છે. આનાથી મોટી દુર્ઘટના થઈ શકે છે, જેમાં તમારી સાથે અન્ય લોકોને પણ ઈજા પહોંચી શકે છે. આ માત્ર કાર માટે જ નહીં, પરંતુ તમારી સુરક્ષા માટે પણ મોટો ખતરો હોઈ શકે છે. પરંતુ, જો તમે સંયમથી કામ લો તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો છો. તમે કારને સુરક્ષિત રીતે રોકીને મોટી દુર્ઘટના ટાળી શકો છો. ચાલો તમને જણાવીએ કે બ્રેક ફેઈલ થવા પર તમારે શું કરવું જોઈએ.

ગભરાશો નહીં અને કારને કંટ્રોલ કરો

ચાલતી કારમાં બ્રેક ફેઈલ થવા પર કોઈ પણ વ્યક્તિ ગભરાઈ શકે છે. પરંતુ, આવી સ્થિતિમાં તમારે સંયમ જાળવવો પડશે. તમારે ગભરાવાનું નથી અને કારને કંટ્રોલ કરવાની છે, જેથી તમારી કાર રસ્તા પર અન્ય કોઈ વાહન સાથે અથડાઈ ન જાય કે રસ્તા પર ચાલતી કોઈ વ્યક્તિને ટક્કર ન વાગે.

- Advertisement -

બ્રેક પેડલ દબાવતા રહો

ભલે કારની બ્રેક કામ ન કરતી હોય, તેમ છતાં વારંવાર બ્રેક પેડલ દબાવતા રહો. બની શકે કે કારની બ્રેકિંગ સિસ્ટમમાં કોઈ નાની-મોટી ખામી આવી ગઈ હોય. સતત બ્રેક દબાવવાથી તે ખામી દૂર થઈ શકે છે અને કારની બ્રેકિંગ સિસ્ટમ ફરીથી કામ કરવાનું શરૂ કરી શકે છે. આનાથી તમને કારને સુરક્ષિત રીતે રોકવામાં મદદ મળશે.

એન્જિન બ્રેકિંગનો ઉપયોગ કરો અને ગિયર ડાઉન કરો

જો તેજ ઝડપે ચાલતી કારમાં લોઅર (નાનો) ગિયર નાખવામાં આવે તો એન્જિન પર વધારાનું દબાણ આવે છે, જેનાથી કારની સ્પીડ ઘટે છે. આને જ ‘એન્જિન બ્રેકિંગ’ કહેવામાં આવે છે. આમાં બ્રેકને બદલે એન્જિન દ્વારા કારની સ્પીડને કંટ્રોલ કરવામાં આવે છે. એન્જિન બ્રેકિંગનો ઉપયોગ કરીને તમે કારની સ્પીડ ઓછી કરો અને પછી ધીમે-ધીમે ગિયર ડાઉન કરો.

- Advertisement -

હેન્ડ બ્રેકનો ઉપયોગ કરો

જોકે, હેન્ડ બ્રેકનો ઉપયોગ સામાન્ય રીતે કાર પાર્ક કરવા માટે કરવામાં આવે છે. પરંતુ, બ્રેક ફેઈલ થવા પર તમે તેનો ઉપયોગ કરીને કારને રોકી પણ શકો છો. જ્યારે કારની સ્પીડ ઓછી થઈ જાય ત્યારે ધીમે-ધીમે હેન્ડ બ્રેક લગાવો. આનાથી તમારી કાર ધીમે-ધીમે ઉભી રહી જશે. ખાસ વાત એ ધ્યાનમાં રાખો કે હેન્ડ બ્રેકને જોરથી ન ખેંચવી. આનાથી કારના પાછળના પૈડા અચાનક લોક થઈ જશે અને કારની અંદર બેઠેલા લોકોને જોરદાર ઝટકો લાગશે. જો કારની સ્પીડ તેજ હશે તો કાર પલટી પણ શકે છે.

- Advertisement -
Share This Article