Car Maintenance Tips: કારમાં આવી રહી હોય આ મુશ્કેલીઓ તો ન કરો વિલંબ, મોટા ખર્ચથી બચવા માટે તરત કરો આ કામ

Arati Parmar
3 Min Read
Car Maintenance Tips

Car Maintenance Tips: કાર ખરીદવી જેટલી આરામદાયક છે, તેની દેખરેખ રાખવી તેટલી જ મુશ્કેલ હોય છે. જો કારના મેન્ટેનન્સ પર ધ્યાન ન આપવામાં આવે તો તેની પરફોર્મન્સ ખરાબ થઈ જાય છે. આ સમયે દેશમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. એવામાં ભીષણ ગરમી અને ખરાબ રસ્તાઓ પર ડ્રાઈવિંગના કારણે કારના કેટલાક પાર્ટ્સ જલ્દી ખરાબ થઈ શકે છે. સારી વાત એ છે કે જો તમે નાની સમસ્યાઓ પર ધ્યાન આપો, તો તમે ભવિષ્યના ભારેખમ ખર્ચાઓથી બચી શકો છો. ચાલો તમને જણાવીએ કે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

૧. ખરાબ રસ્તાઓથી સસ્પેન્શનને નુકસાન

ખાડાઓ અને ઊંચા સ્પીડ-બ્રેકર સસ્પેન્શનને જલ્દી ખરાબ કરી શકે છે. ગાડી ચલાવતી વખતે અજીબ અવાજ આવવો અથવા ઝટકા અનુભવવા એ વાતનો સંકેત છે કે સસ્પેન્શનમાં ખરાબી છે. આને નજરઅંદાજ ન કરો. સર્વિસ દરમિયાન સસ્પેન્શન જરૂર ચેક કરાવો. એક નાનો પુર્જો સમયસર બદલવો આખા સિસ્ટમને બદલવા કરતા ઘણો સસ્તો પડે છે.

૨. ટાયરોનું જલ્દી ઘસાવું

ખોટા એલાઈનમેન્ટ અને ખરાબ રસ્તાઓના કારણે ટાયર એક તરફથી વધુ ઘસાવા લાગે છે, જેનાથી તેમની પકડ (ગ્રિપ) ઓછી થઈ જાય છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ દર ૮ થી ૧૦ હજાર કિલોમીટર પર વ્હીલ એલાઈનમેન્ટ અને બેલેન્સિંગ જરૂર કરાવો. એ પણ જુઓ કે ટાયરોમાં ક્યાંય કોઈ કટ તો નથી ને. આની સાથે જ ટાયરોમાં હવાનું સાચું પ્રેશર જાળવી રાખો.

- Advertisement -

૩. બ્રેક પેડ્સનું ઘસાવું

શહેરના ટ્રાફિકમાં વારંવાર બ્રેક લગાવવાથી પેડ્સ જલ્દી ઘસાઈ જાય છે અને ડિસ્કને પણ ખરાબ કરી શકે છે. બ્રેક લગાવતી વખતે ચીં-ચીં અવાજ આવે તો તેને પણ નજરઅંદાજ ન કરો. કોઈ મિકેનિકને બતાવો અને સમયસર બ્રેક પેડ્સ બદલાવી લો. આ ડિસ્ક બદલાવવાની સરખામણીમાં ઘણું સસ્તું છે.

૪. ગરમીમાં એન્જિનનું ગરમ થવું

ભીષણ ગરમી અને ટ્રાફિકમાં એન્જિન પર ઘણું દબાણ પડે છે, જેનાથી તે ઓવરહીટ એટલે કે ખૂબ ગરમ થઈ જાય છે. કુલન્ટ એન્જિનને ઠંડુ કરવાનું કામ કરે છે. કુલન્ટ ઓછું હોવાથી એન્જિન ખરાબ થઈ શકે છે. તેથી કુલન્ટનું લેવલ નિયમિત રીતે ચેક કરો અને જુઓ કે રેડિયેટર ફેન ઠીકથી ચાલી રહ્યો છે કે નહીં.

- Advertisement -

૫. ક્લચમાં સમસ્યા

ટ્રાફિકમાં વારંવાર ક્લચ દબાવવાથી ક્લચ પ્લેટ્સ જલ્દી ઘસાઈ શકે છે. ક્લચનું સખત થવું અથવા ગાડીનું સાચું પિક-અપ ન લેવું, એ વાતનો ઈશારો હોય છે કે ક્લચમાં કંઈક ખરાબી છે. ક્લચ પ્લેટ્સ ઘસાઈ જવા પર તેને તરત બદલાવો જેથી એન્જિનના અન્ય ભાગોને નુકસાન ન થાય.

આ પણ વાંચો: Best Selling Diesel Cars: માર્કેટમાં રહી આ 10 ડીઝલ કારની ધાક, નાણાકીય વર્ષ 2026માં થયુ સૌથી વધુ વેચાણ – Newz Cafe

- Advertisement -
Share This Article