Tesla Model Y India Sales: ટેસ્લાની ભારતમાં ધમાકેદાર વાપસી, જુલાઈમાં 115 Model Y વેચાઈ, વેચાણમાં 203%નો ઉછાળો

Arati Parmar
3 Min Read

Tesla Model Y India Sales: એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા માટે વેચાણની દૃષ્ટિએ જુલાઈ મહિનો ઘણો સારો રહ્યો. લોન્ચ થયા બાદથી ટેસ્લાની ઇલેક્ટ્રિક કારોને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો ન હતો. પરંતુ હવે ટેસ્લાની કારોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. જૂનમાં કિંમતમાં ભારે ઘટાડા બાદ અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને ભારતમાં રેકોર્ડ સફળતા મળી છે. વાહન (Vahan) પોર્ટલના આંકડા અનુસાર ટેસ્લાએ જુલાઈ 2026માં પોતાની 115 મોડલ Y ઇલેક્ટ્રિક SUV ગ્રાહકોને ડિલિવર કરી, જે ભારતમાં કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું માસિક વેચાણ છે.

9 લાખ રૂપિયાની છૂટથી વેચાણમાં 203%નો ઉછાળો

જૂન 2026માં ટેસ્લાએ મોડલ Yની કિંમતમાં 9 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ કારની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹50.89 લાખ થઈ ગઈ હતી. કારની કિંમતમાં ઘટાડાનો કંપનીને લાભ મળ્યો. કિંમત ઘટવાથી માંગમાં જબરદસ્ત તેજી આવી અને વેચાણ જૂનના 38 યુનિટ્સથી 203% વધીને જુલાઈમાં 115 યુનિટ્સ સુધી પહોંચી ગયું.

- Advertisement -

ભારતમાં ત્રીજી સૌથી મોટી લક્ઝરી EV બ્રાન્ડ બની ટેસ્લા

જુલાઈમાં વેચાયેલી કુલ 736 લક્ઝરી ઇલેક્ટ્રિક કારોમાં ટેસ્લાનો હિસ્સો 16% રહ્યો. ટેસ્લા હવે BMW (390 યુનિટ્સ) અને Mercedes-Benz (174 યુનિટ્સ) બાદ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે તેણે Volvo (51 યુનિટ્સ)ને પાછળ છોડી દીધી છે. સપ્ટેમ્બર 2025માં ભારતમાં ડિલિવરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી ટેસ્લાનું કુલ વેચાણ 600 યુનિટ્સનો આંકડો પાર કરી ચૂક્યું છે.

ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં નવો રેકોર્ડ

ટેસ્લાના આ રેકોર્ડ વેચાણ સાથે જ જુલાઈ 2026માં ભારતમાં કુલ 34,033 ઇલેક્ટ્રિક પેસેન્જર કાર વેચાઈ, જે દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો માસિક રેકોર્ડ છે. આ દર્શાવે છે કે હવે મોટા ભાગના લોકો EV ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

- Advertisement -

Tesla Model Y ના વેરિઅન્ટ્સ, રેન્જ અને Grok AI ફીચર્સ

  • કિંમત અને સીટિંગ – ભારતમાં Model Y ની એક્સ-શોરૂમ કિંમત ₹50.89 લાખથી ₹61.99 લાખની વચ્ચે છે. તે 5-સીટર અને 6-સીટર વિકલ્પોમાં આવે છે.
  • બેટરી અને રેન્જ – તેનું 5-સીટર પ્રીમિયમ RWD વેરિઅન્ટ 64kWh બેટરી સાથે આવે છે અને 500 કિલોમીટરની WLTP રેન્જ આપે છે. 5-સીટર લોંગ રેન્જ RWD વેરિઅન્ટ 84.2kWh બેટરી પેક સાથે આવે છે અને 661 કિલોમીટરની રેન્જ આપે છે. જ્યારે તેનું 6-સીટર L (AWD) ડ્યુઅલ-મોટર ઓલ-વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટ 681 કિલોમીટરની રેન્જ આપે છે.
  • હાઇ-ટેક ફીચર – ભારતમાં વેચાતી Model Yમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નવું Grok AI અસિસ્ટન્ટ ફીચર પણ આપવામાં આવી રહ્યું છે.
Share This Article