Automobile ક્ષેત્રની બે દિગ્ગજ કંપનીઓ Nissan અને Honda વચ્ચે મર્જર મુદ્દે ચર્ચા શરુ

Arati Parmar
2 Min Read

Honda Nissan Merger: ગ્લોબલ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. જાપાનની બે મોટી ઓટો કંપનીઓ હોન્ડા મોટર કંપની અને નિસાન મોટર કંપનીનું મર્જર થઈ શકે છે. આનાથી જાપાનીઝ ઓટોમોટિવ ઉદ્યોગને નવો આકાર મળશે. બ્લૂમબર્ગેના એક રિપોર્ટ અનુસાર આ મર્જર અંગેની વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે. બંને કંપનીઓ વચ્ચે મર્જર, કેપિટલ ટાઇ-અપ અથવા હોલ્ડિંગ કંપની બનાવવા જેવા વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે.

નિસાનના શેરમાં 24%નો ઉછાળો

- Advertisement -

બે મોટી ઓટો કંપનીઓ મર્જરના સમાચારો સામે આવ્યા પછી, હોન્ડાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શિનજી આયોમાએ બુધવારે પુષ્ટિ કરી કે કંપની સંભવિત મર્જર સહિત વિવિધ વ્યૂહાત્મક વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહી છે. તાજેતરમાં હોન્ડા અને નિસાન વચ્ચે ઈવી બેટરી અને સોફ્ટવેરને લઈને કોલેબ થયું છે. આ વર્ષની શરુઆતમાં, હોન્ડાના સીઈઓ તોશિહિરો મીબેએ નિસાન સાથે કેપિટલ પાર્ટનરશિપની શક્યતાનો ઉલ્લેખ કર્યો હતો. મર્જરની વાટાઘાટોના સમાચાર બાદ શરુઆતના વેપારમાં નિસાનના શેરમાં 24 ટકાનો વધારો થયો હતો. જ્યારે હોન્ડાના શેર 3.4 ટકા ઘટ્યા હતા.

મિત્સુબિશી પણ સામેલ હોઈ શકે છે

- Advertisement -

મિત્સુબિશી મોટર્સ કૉર્પોરેશન પણ આ ડીલમાં સામેલ થઈ શકે છે. તે પહેલેથી જ નિસાન સાથે કેપિટલ ટાઇઅપ ધરાવે છે. જો આ ડીલ થશે તો તે જાપાનના ઓટો સેક્ટરને બે મોટા જૂથોમાં વહેંચી દેશે. એકનું નેતૃત્વ હોન્ડા, નિસાન અને મિત્સુબિશી કરશે અને બીજાનું નેતૃત્વ ટોયોટા અને તેના સહયોગીઓ કરશે. આ મર્જરથી ટેસ્લા અને ચીની ઇલેક્ટ્રિક ઓટોમેકર્સના પડકારોનો સામનો કરવાનું સરળ બનશે.

Share This Article