Best Selling Scooters August: ઓગસ્ટ 2026માં આ ટોપ-10 સ્કૂટરોની સૌથી વધુ માંગ, Honda Activa ફરી બની નંબર-1.

Arati Parmar
3 Min Read

Activaથી Jupiter અને Chetak સુધી, ઓગસ્ટમાં સૌથી વધુ વેચાયેલા 10 સ્કૂટરોની સંપૂર્ણ યાદી

Best Selling Scooters August: ભારતમાં ગામડાંથી લઈને શહેરો સુધી દર મહિને સ્કૂટરોનું લાખોની સંખ્યામાં વેચાણ થાય છે. ઓગસ્ટ 2026 માટે પણ સ્કૂટરોનો સેલ્સ રિપોર્ટ આવી ગયો છે. ઓગસ્ટ મહિનામાં દેશભરમાં કુલ 7,16,519 યુનિટ્સનું વેચાણ નોંધાયું છે, જે ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં વેચાયેલા 5,98,771 સ્કૂટરોની સરખામણીએ 19 ટકા વધારે છે. આ વર્ષે 1,18,748 સ્કૂટરોનું વધુ વેચાણ થયું છે, જે દર્શાવે છે કે માર્કેટમાં સ્કૂટરોની માંગ વધી રહી છે. સૌથી વધુ વેચાણ Honda Activaનું થયું છે. તેનું વેચાણ 2,50,000 યુનિટ્સને પાર રહ્યું છે. ચાલો તમને ટોપ 10 સ્કૂટરોના વેચાણ વિશે જણાવીએ.

ઓગસ્ટ 2026ના ટોપ-10 સ્કૂટર

  1. Honda Activa – લિસ્ટમાં પહેલું નામ Honda Activaનું છે. ઓગસ્ટમાં 2,55,815 યુનિટ્સના વેચાણ સાથે તે પહેલા નંબર પર રહ્યું. માર્કેટમાં તેની કુલ 35 પર્સેન્ટની હિસ્સેદારી રહી છે.
  2. TVS Jupiter – સેલ્સ ચાર્ટમાં 1,47,450 યુનિટ્સના વેચાણ સાથે Jupiter બીજા નંબર પર રહ્યું. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 3 પર્સેન્ટનો વધારો થયો છે.
  3. TVS Access – TVS Accessને ઓગસ્ટ 2026માં કુલ 69,558 લોકોએ ખરીદ્યું. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ તેના વેચાણમાં 14 પર્સેન્ટનો વધારો થયો છે અને કુલ વેચાણમાં તેનો હિસ્સો 9 પર્સેન્ટ રહ્યો છે.
  4. Bajaj Chetak – Bajaj Chetakના ઓગસ્ટ મહિનામાં કુલ 52,248 યુનિટ્સ વેચાયા. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં સૌથી વધુ 272 પર્સેન્ટનો વધારો થયો છે.
  5. TVS iQube – ઓગસ્ટ 2026માં 42,882 યુનિટ્સના વેચાણ સાથે આ સ્કૂટર પાંચમા નંબર પર રહ્યું. કુલ વેચાણમાં તેનું યોગદાન 5 પર્સેન્ટ રહ્યું છે.
  6. TVS Ntorq – TVSના આ સ્કૂટરને ઓગસ્ટમાં 40,256 ગ્રાહકો મળ્યા. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં તેના 30,355 યુનિટ્સ વેચાયા હતા.
  7. Hero Destini 125 – સેલ્સ ચાર્ટમાં સાતમા નંબર પર Hero Destini રહ્યું, જેને કુલ 29,737 લોકોએ ખરીદ્યું. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 53 પર્સેન્ટનો વધારો થયો છે.
  8. Hero Dio – ઓગસ્ટ 2026માં આ સ્કૂટરના કુલ 27,670 યુનિટ્સ વેચાયા. જ્યારે ગયા વર્ષના ઓગસ્ટમાં તેને 25,632 ગ્રાહકો મળ્યા હતા.
  9. Hero Vida – Heroના આ ઇલેક્ટ્રિક સ્કૂટરના ઓગસ્ટ 2026માં 25,558 યુનિટ્સ વેચાયા. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 108 પર્સેન્ટનો વધારો થયો છે અને કુલ વેચાણમાં તેનું યોગદાન 3 પર્સેન્ટ રહ્યું છે.
  10. Suzuki Burgman – 25,345 યુનિટ્સના વેચાણ સાથે આ સ્કૂટર દસમા નંબર પર રહ્યું. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ તેના વેચાણમાં 4 પર્સેન્ટનો વધારો થયો છે.
Share This Article