Renault Rafale Hypnotic લોન્ચ, 69 લાખ રૂપિયાની કિંમત સાથે બની Renaultની અત્યાર સુધીની સૌથી મોંઘી SUV

Arati Parmar
3 Min Read

300 PS પાવર અને 1000 KM સુધીની ડ્રાઇવિંગ રેન્જ, Renault Rafale Hypnotic માં મળે છે લક્ઝરી ફીચર્સનો ખજાનો

ફ્રેન્ચ ઓટોમેકર Renaultએ યુરોપિયન બજારો માટે પોતાની નવી ફ્લેગશિપ કૂપ-SUV Renault Rafale Hypnotic સ્પેશિયલ એડિશન લોન્ચ કરી દીધી છે. ફ્રાન્સમાં આ શાનદાર SUVની શરૂઆતની કિંમત 63,550 યુરો એટલે કે આશરે 69 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેની સાથે જ આ Renaultના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી SUV બની ગઈ છે, જે સીધી રીતે Audi Q5 Sportback, BMW X4 અને Mercedes-Benz GLC Coupe જેવી લક્ઝરી કાર્સને ટક્કર આપશે. યુરોપિયન બજારો માટે આ લિમિટેડ એડિશનની માત્ર 1,500 યુનિટ્સ જ તૈયાર કરવામાં આવશે, તેથી ગ્રાહકો માટે આ કાર ઘરે લાવવાની તક મર્યાદિત રહેશે.

એક્સટિરિયર અને એક્સક્લુઝિવ ડિઝાઇન

  • Atelier Alpine ટ્રિમ પર આધારિત આ સ્પેશિયલ એડિશન Renault Rafale Hypnoticમાં અત્યંત આકર્ષક અને ડાર્ક થીમ આપવામાં આવી છે.
  • આ કૂપ SUVમાં ખાસ Satin Forest Black પેઇન્ટ શેડ આપવામાં આવ્યો છે, જે નેચરલ લાઇટમાં લીલા અથવા ઇરિડિસન્ટ એટલે કે મેઘધનુષી રંગની હળવી ઝલક આપે છે.
  • આ ઉપરાંત તેમાં બ્લેક-આઉટ ગ્રિલ, ડાર્ક ફિનિશવાળો Renault લોગો અને Satin ફિનિશ સાથે 21 ઇંચના એલોય વ્હીલ્સ મળે છે.
  • વ્હીલ આર્ચ, બોડી ક્લેડિંગ અને રૂફ સ્પોઇલર પર ગ્લૉસ બ્લેક એક્સેન્ટ તેને રસ્તા પર અલગ અને આક્રમક રોડ પ્રેઝન્સ આપે છે.

પ્રીમિયમ ફીચર્સ

ફીચર્સ તરીકે તેમાં 9-સ્પીકર Harman Kardon ઑડિયો સિસ્ટમ, Solarbay Opacifying પેનોરમિક ગ્લાસ રૂફ, 360-ડિગ્રી કેમેરા, હેડ્સ-અપ ડિસ્પ્લે અને હીટેડ ફ્રન્ટ સીટ્સ સાથે મસાજ ફંક્શન જેવી સુવિધાઓ મળે છે. તેમાં મોટી સ્ક્રીન, વાયરલેસ ચાર્જર અને સ્માર્ટફોન કનેક્ટિવિટી, મલ્ટિપલ એરબેગ્સ સહિત ઇન્ફોટેનમેન્ટ, કમ્ફર્ટ, કન્વિનિયન્સ અને સેફ્ટી સાથે જોડાયેલી તમામ સુવિધાઓ છે.

- Advertisement -

શાનદાર ઇન્ટિરિયર

  • Renault Rafale Hypnoticના કેબિનની અંદર પણ સ્પોર્ટી અને પ્રીમિયમ ડાર્ક થીમ જાળવી રાખવામાં આવી છે.
  • તેમાં અલ્કાન્ટારા અને ટેક્સચર ફેબ્રિકની ઉત્તમ ફિનિશવાળી સીટ્સ આપવામાં આવી છે, જેના પર બ્લૂ, વાઇટ અને રેડ થ્રેડની ટ્રાઇકલર સ્ટિચિંગ અને બેકલિટ Alpine એમ્બ્લેમ મળે છે.
  • દરેક યુનિટના સેન્ટર કન્સોલ પર એક યુનિક નંબરવાળી પ્લાક એટલે કે 1/1500થી 1500/1500 સુધી આપવામાં આવે છે, જે તેની દુર્લભતા દર્શાવે છે.

પાવરફુલ હાઇપર હાઇબ્રિડ પાવરટ્રેન અને પરફોર્મન્સ

  • પરફોર્મન્સની બાબતમાં Rafale Hypnotic Renault ની સૌથી શક્તિશાળી SUV છે. તેમાં બ્રાન્ડનું સૌથી પાવરફુલ 300 PS પાવર ધરાવતું E-Tech 4×4 હાઇપર હાઇબ્રિડ પ્લગ-ઇન હાઇબ્રિડ પાવરટ્રેન આપવામાં આવ્યું છે. આ સેટઅપમાં 1.2-લિટરનું 3-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને 3 ઇલેક્ટ્રિક મોટર્સ સામેલ છે.
  • Renault Rafale Hypnotic માં આપવામાં આવેલી 22 kWhની લિથિયમ-આયન બેટરી WLTP માપદંડો અનુસાર માત્ર ઇલેક્ટ્રિક મોડ પર 105 કિલોમીટર સુધીની રેન્જ આપે છે, જ્યારે તેની કુલ ડ્રાઇવિંગ રેન્જ આશરે 1000 કિલોમીટર સુધીની છે.
  • Renault Rafale Hypnotic હાઇબ્રિડ SUV માત્ર 6.4 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટૉપ સ્પીડ 180 kmph છે.
Share This Article