Tata Motors Cars Price Hike April 2026: Nexon અને Punchથી લઈને Tiago સુધીની ગાડીઓ થઈ જશે મોંઘી, પહેલી એપ્રિલથી પેટ્રોલ-ડીઝલ ગાડીઓના ભાવ વધારી રહી છે ટાટા મોટર્સ

Arati Parmar
2 Min Read

Tata Motors Cars Price Hike April 2026: ટાટા મોટર્સે નવી કાર ખરીદનારાઓના ખિસ્સા પર બોજ વધારવાની જાહેરાત કરીને ગ્રાહકોને ખરાબ સમાચાર આપ્યા છે. જી હા, આગામી 10 દિવસ પછી 1 એપ્રિલ 2026 થી ટાટા મોટર્સની પેટ્રોલ-ડીઝલ કારોની કિંમતોમાં સરેરાશ 0.5 ટકા સુધીનો વધારો કરવામાં આવશે. આ પ્રાઈસ હાઈક અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટ્સ મુજબ અલગ-અલગ હશે. કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે કાર બનાવવાનો ખર્ચ (ઇનપુટ કોસ્ટ) સતત વધી રહ્યો છે અને તેથી આ નિર્ણય લેવો મજબૂરી છે. હાલમાં ટાટા મોટર્સ નેક્સન, પંચ, ટિયાગો, ટિગોર, અલ્ટ્રોઝ, કર્વ, હેરિયર અને સફારી જેવી ગાડીઓ વેચે છે.

ઇલેક્ટ્રિક કારોના ભાવમાં વધારો નહીં

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સે પોતાની જાહેરાતમાં જણાવ્યું હતું કે, ઇનપુટ કોસ્ટમાં સતત થઈ રહેલા વધારાની અસરને આંશિક રીતે સંતુલિત કરવા માટે આ પ્રાઈસ રિવિઝન કરવામાં આવી રહ્યું છે. જોકે, ટાટા મોટર્સ પોતાની નેક્સન EV, પંચ EV, હેરિયર EV, કર્વ EV, ટિયાગો EV અને ટિગોર EVના ભાવમાં કોઈ વધારો કરી રહી નથી. ભાવ વધારાની અસર માત્ર પેટ્રોલ અને ડીઝલ કાર ખરીદનારાઓ માટે જ છે, તેથી EV ખરીદનારાઓના ખિસ્સા પર બોજ નહીં પડે.

- Advertisement -

ટાટાની તમામ કારોની કિંમતો (એક્સ-શોરૂમ અંદાજે)

ટાટા મોટર્સ એન્ટ્રી લેવલ હેચબેક ટિયાગોથી લઈને મિડસાઈઝ એસયુવી સફારી સુધીની શ્રેણી વેચે છે, જેની કિંમતો ₹4.57 લાખથી શરૂ થઈને ₹25.96 લાખ સુધી જાય છે.

  • Tata Nexon: ₹7.32 લાખથી ₹14.15 લાખ.

  • Tata Punch: ₹5.60 લાખથી ₹10.55 લાખ.

  • Tata Sierra: છેલ્લા 6 મહિનાની ચર્ચિત એસયુવીની કિંમત ₹11.49 લાખથી ₹21.29 લાખ સુધી.

  • Tata Tiago: ટાટાની સૌથી સસ્તી કાર, ₹4.57 લાખથી ₹7.82 લાખ.

  • Tata Tigor: ₹5.49 લાખથી ₹8.74 લાખ.

  • Tata Harrier: ₹12.89 લાખથી ₹25.25 લાખ.

  • Tata Safari: ₹13.29 લાખથી ₹25.96 લાખ.

  • Tata Altroz: ₹6.30 લાખથી ₹10.51 લાખ.

  • Tata Curvv: ₹9.66 લાખથી ₹18.85 લાખ.

  • Tata Xpres (Van): ₹5.59 લાખથી ₹6.49 લાખ.

(નોંધ: આ તમામ પેટ્રોલ-ડીઝલ વેરિઅન્ટ્સની એક્સ-શોરૂમ કિંમતો છે.)

- Advertisement -
Share This Article