Teslaએ Luxury EV Segmentમાં Mercedesને પાછળ છોડી, Model Yની વેચાણમાં 149%નો ઉછાળો
Luxury EV Segmentમાં Mercedesને પાછળ છોડી
સપ્ટેમ્બર 2026માં ભારતના Luxury Electric Car Marketમાં Teslaએ પ્રથમ વખત બીજું સ્થાન હાંસલ કર્યું. વેચાણની બાબતમાં Teslaએ Mercedesને પાછળ છોડી દીધી છે. ઓટોકાર ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર BMW પ્રથમ સ્થાને રહી અને તેણે 502 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું. તેનો Market Share 51% રહ્યો. 291 યુનિટ્સના વેચાણ સાથે Tesla બીજા સ્થાને રહી. તેનો Market Share 30% રહ્યો. Mercedes-Benz 125 યુનિટ્સના વેચાણ સાથે ત્રીજા સ્થાને રહી.
Contents
વેચાણમાં અચાનક ઉછાળાનું કારણ
- મે 2026માં Teslaએ પોતાની Model Y Premium RWD (બેઝ વેરિઅન્ટ)ની કિંમતમાં સીધા ₹9 લાખનો ઘટાડો કર્યો હતો, જેના કારણે તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ઘટીને ₹50.89 લાખ થઈ ગઈ.
- આ ઘટાડાના કારણે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. આ કાર 5-સીટર (Model Y) અને 6-સીટર (Model Y L) બે વિકલ્પમાં આવે છે. બજારમાં તેનો મુકાબલો Hyundai Ioniq 5, Kia EV6 અને BYD Sealion 7 જેવી કાર સાથે છે.
બેટરી, પાવર અને ડ્રાઇવિંગ રેન્જ
- Model Y Premium RWD (5-સીટર) – તેમાં 64kWhનું બેટરી પેક મળે છે, જે 299hpની પાવર અને 500 કિલોમીટર (WLTP)ની રેન્જ આપે છે.
- Model Y L Premium AWD (6-સીટર) – Teslaની આ ઇલેક્ટ્રિક કારમાં ડ્યુઅલ-મોટર ઓલ-વ્હીલ ડ્રાઇવ સેટઅપ મળે છે. તે 514hpની પાવર જનરેટ કરે છે અને એક વખત સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ 681 કિલોમીટર (WLTP) સુધી ચાલી શકે છે.
શોરૂમ અને ચાર્જિંગ નેટવર્કનું વિસ્તરણ
Tesla ભારતમાં પોતાની હાજરી ઝડપથી વધારી રહી છે.
- શોરૂમ – તાજેતરમાં કંપનીએ ચેન્નાઈમાં પોતાનો છઠ્ઠો શોરૂમ ખોલ્યો છે. આ ઉપરાંત મુંબઈ, દિલ્હી, ગુરુગ્રામ, બેંગલુરુ અને હૈદરાબાદમાં તેના શોરૂમ છે.
- સર્વિસ સેન્ટર – ચેન્નાઈમાં નવા સેન્ટર સાથે હવે કુલ 8 સર્વિસ અને બોડીશોપ લોકેશન્સ થઈ ગઈ છે.
- ચાર્જર નેટવર્ક – દેશભરમાં Teslaના 7 ચાર્જિંગ સ્ટેશન સક્રિય છે, જેમાં 20 સુપરચાર્જર અને 24 ડેસ્ટિનેશન ચાર્જર સામેલ છે.

