Top 10 Best Selling EVs: H1 2026માં ભારતની Top 10 સૌથી વધુ વેચાયેલી EV, MG Windsor EV રહી નંબર-1

Arati Parmar
4 Min Read

Top 10 Best Selling EVs: ભારતીય ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં શાનદાર વેચાણ નોંધાયું છે અને તે દર્શાવે છે કે લોકોમાં ધીમે ધીમે ઇકો ફ્રેન્ડલી મોબિલિટી મિડિયમ પ્રત્યેનો ક્રેઝ વધી રહ્યો છે. આ વર્ષે પ્રથમ 6 મહિનામાં MG Motor, Mahindra અને Tata Motors જેવી દિગ્ગજ કંપનીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી અને MG Windsor EV એ 19,080 યુનિટ્સના વેચાણ સાથે ટોચનું સ્થાન મેળવ્યું. આ ઉપરાંત Mahindra ની XEV 9S અને Tata Motors ની Nexon EV એ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને પોતાની મજબૂત પકડ બનાવી. Tata Punch EV, Mahindra XEV 9e અને Tata Harrier EV જેવા મોડેલ્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે Maruti Suzuki e-Vitara, Tata Curvv EV, Mahindra BE 6 અને Tata Tiago EV એ મળીને આ સેગમેન્ટના વેચાણને ઊંચા સ્તરે પહોંચાડ્યું.

MG Windsor EV ના માથે નંબર-1નો તાજ

JSW MG Motor India ની લોકપ્રિય મિડસાઇઝ ઇલેક્ટ્રિક કાર MG Windsor EV એ વર્ષ 2026ની પ્રથમ છમાહીમાં શાનદાર પ્રદર્શન કરીને દેશની સૌથી વધુ વેચાયેલી ઇલેક્ટ્રિક ગાડીનું સ્થાન મેળવ્યું છે. આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન તેની કુલ 19,080 યુનિટ્સ વેચાઈ, જે ભારતીય બજારમાં આ મોડેલની મજબૂત પકડને સાબિત કરે છે.

- Advertisement -

Mahindra XEV 9S બીજા સ્થાન પર

Mahindra & Mahindra ની આ વર્ષે લોન્ચ થયેલી 7 સીટર ઇલેક્ટ્રિક SUV XEV 9S એ વેચાણના મામલે બીજું સ્થાન મેળવ્યું. વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં આ શક્તિશાળી EVની કુલ 18,074 યુનિટ્સ વેચાઈ છે, જે ગ્રાહકો વચ્ચે તેની જબરદસ્ત માંગ દર્શાવે છે.

ત્રીજા નંબરે Tata Nexon EV

Tata Motorsની વિશ્વસનીય અને દેશની લાંબા સમયથી લોકપ્રિય Nexon EV એ આ વર્ષની પ્રથમ છમાહીમાં ત્રીજી સૌથી વધુ વેચાયેલી ઇલેક્ટ્રિક કારનું સ્થાન મેળવ્યું. આ સમયગાળા દરમિયાન Tata Nexon EV ની કુલ 16,567 યુનિટ્સ વેચાઈ, જે EV માર્કેટમાં તેની લોકપ્રિયતા દર્શાવે છે.

- Advertisement -

Tata Punch EV નું શાનદાર પ્રદર્શન, ચોથું સ્થાન

Tataની માઇક્રો SUV સેગમેન્ટની Punch EV એ પણ વેચાણના મામલે ઉત્તમ આંકડા નોંધાવ્યા છે. વર્ષ 2026ની પ્રથમ છમાહીમાં Tata Punch EVની કુલ 15,683 યુનિટ્સનું વેચાણ થયું, જેના કારણે તે શહેરમાં અવરજવર માટેનો લોકપ્રિય વિકલ્પ બની છે.

Mahindra XEV 9e પાંચમા સ્થાને રહી

Mahindra & Mahindraની વધુ એક પ્રીમિયમ ઇલેક્ટ્રિક ઓફર XEV 9eએ Top 10 EVની યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું. આ કૂપે-સ્ટાઇલ ઇલેક્ટ્રિક SUVની વર્ષ 2026ની પ્રથમ છમાહીમાં કુલ 11,242 યુનિટ્સ વેચાઈ.

- Advertisement -

છઠ્ઠા સ્થાને Tata Harrier EV

Tata Motorsની શક્તિશાળી ઇલેક્ટ્રિક SUV Harrier EV એ આ યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. વર્ષ 2026ના શરૂઆતના છ મહિનામાં Tata Harrier EVની કુલ 10,499 યુનિટ્સનું વેચાણ નોંધાયું છે.

Maruti Suzuki e-Vitara સાતમા નંબરે રહી

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની Maruti Suzuki ની પ્રથમ માસ-માર્કેટ ઇલેક્ટ્રિક SUV e-Vitara એ સાતમું સ્થાન મેળવ્યું. Maruti e-Vitara ની આ વર્ષની પ્રથમ છમાહીમાં કુલ 8,572 યુનિટ્સ વેચાઈ.

આઠમા નંબરે રહી Tata Curvv EV

કૂપે ડિઝાઇન ધરાવતી Tata Motorsની સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક SUV Curvv EV આ વર્ષની પ્રથમ છમાહીની Top 10 Best Selling Electric Cars ની યાદીમાં આઠમા સ્થાને રહી અને તેને કુલ 7,281 ગ્રાહકોએ ખરીદી.

Mahindra BE 6ને મળ્યા 6,849 ગ્રાહકો

Mahindraની સ્પોર્ટી અને ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક SUV BE 6 એ આ સમયગાળા દરમિયાન નવમું સ્થાન મેળવ્યું. Mahindraની આ EVની વર્ષ 2026ની પ્રથમ છમાહીમાં કુલ 6,849 યુનિટ્સ વેચાઈ.

Tata Tiago EV પણ Top 10માં

Tata Motorsની કિફાયતી અને લોકપ્રિય હેચબેક Tiago EV એ આ યાદીમાં 10મું સ્થાન મેળવ્યું છે. વર્ષ 2026ની પ્રથમ છમાહીમાં આ ગાડીની કુલ 6,816 યુનિટ્સ વેચાઈ. તાજેતરમાં કંપનીએ Tiago EV Facelift રજૂ કરી છે, જે વધુ સારા લુક અને ફીચર્સથી સજ્જ છે.

Share This Article