Two-Wheeler Sales Report: ઑક્ટોબર 2026માં ટૂ-વ્હીલર્સના વેચાણમાં 28.35%નો ઘટાડો, જાણો કઈ કંપની ટોચ પર રહી

Arati Parmar
3 Min Read
Two-Wheeler Sales Report

Two-Wheeler Sales Report: ભારતીય ટૂ-વ્હીલર માર્કેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતમાં હોન્ડા અને હીરો સહિતની અનેક કંપનીઓ ટૂ-વ્હીલર્સનું વેચાણ કરે છે અને દર મહિને તેમને મોટી સંખ્યામાં ગ્રાહકો પણ મળે છે. પરંતુ, ઑક્ટોબર 2026માં મોટાભાગની કંપનીઓના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સૌથી વધુ ટૂ-વ્હીલર્સ વેચતી ટોપ-10 કંપનીઓમાંથી 8ના વેચાણમાં વાર્ષિક ધોરણે ઘટાડો નોંધાયો છે અને માત્ર 2 કંપનીઓના વેચાણમાં જ વધારો થયો છે.

ઑક્ટોબર 2026માં દેશમાં કુલ 23,21,419 ટૂ-વ્હીલર્સનું વેચાણ નોંધાયું હતું. તેની સરખામણી ગયા વર્ષના ઑક્ટોબરમાં વેચાયેલા 32,39,949 ટૂ-વ્હીલર્સ સાથે કરવામાં આવે તો વેચાણમાં 28.35%નો ઘટાડો જોવા મળે છે.

- Advertisement -

ઑક્ટોબર 2026માં સૌથી વધુ ટૂ-વ્હીલર્સ વેચતી કંપનીઓ

  1. Honda – વેચાણના આંકડામાં હોન્ડા ટોચ પર રહી. ઑક્ટોબર 2026માં તેણે કુલ 6,37,630 ટૂ-વ્હીલર્સનું વેચાણ નોંધાવ્યું. જોકે, વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 25%નો ઘટાડો જોવા મળ્યો છે.
  2. Hero MotoCorp – ઑક્ટોબર 2026માં બીજી સૌથી વધુ ટૂ-વ્હીલર્સ વેચતી કંપની હીરો રહી. તેણે 5,98,433 ટૂ-વ્હીલર્સ વેચ્યાં. પરંતુ, તેના વેચાણમાં પણ 40%નો મોટો ઘટાડો જોવા મળ્યો.
  3. TVS – 4,58,303 યુનિટ્સના વેચાણ સાથે ઑક્ટોબર મહિનામાં વેચાણના આંકડામાં TVS કંપની ત્રીજા ક્રમે રહી. જોકે, તેના વેચાણમાં પણ વાર્ષિક ધોરણે 19%નો ઘટાડો જોવા મળ્યો છે.
  4. Bajaj – ઑક્ટોબર 2026માં બજાજને કુલ 2,09,634 ગ્રાહકો મળ્યા. તેના વેચાણમાં પણ ઘટાડો થયો છે. ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં તેણે કુલ 3,35,229 ટૂ-વ્હીલર્સ વેચ્યાં હતાં.
  5. Royal Enfield – સૌથી વધુ ટૂ-વ્હીલર્સ વેચતી પાંચમી કંપની રોયલ એનફિલ્ડ રહી, જેને ઑક્ટોબર 2026માં કુલ 1,23,982 ગ્રાહકો મળ્યા. તેના વેચાણમાં 19%નો ઘટાડો નોંધાયો હતો.
  6. Suzuki – સુઝુકીએ ઑક્ટોબર મહિનામાં 1,20,931 ટૂ-વ્હીલર્સ વેચ્યાં. ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં તેને કુલ 1,42,132 ગ્રાહકો મળ્યા હતા.
  7. Yamaha – વાર્ષિક ધોરણે 16%ના ઘટાડા સાથે યામાહા વેચાણના આંકડામાં સાતમા ક્રમે રહી. ઑક્ટોબર 2026માં તેણે કુલ 79,001 ટૂ-વ્હીલર્સનું વેચાણ નોંધાવ્યું.
  8. Ather Energy – એથર એનર્જીએ ઑક્ટોબર 2026માં 31,833 ટૂ-વ્હીલર્સનું વેચાણ નોંધાવ્યું. આ યાદીમાં આ પહેલી કંપની છે જેના વેચાણમાં વધારો થયો છે. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 5%નો વધારો થયો છે.
  9. Ola Electric – ઑક્ટોબર 2026માં આ કંપનીને કુલ 12,098 ગ્રાહકો મળ્યા. ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં તેણે કુલ 16,439 ટૂ-વ્હીલર્સનું વેચાણ કર્યું હતું.
  10. Greaves Electric – વેચાણના આંકડામાં દસમા ક્રમે રહેલી ગ્રીવ્સ ઇલેક્ટ્રિકના વેચાણમાં વાર્ષિક ધોરણે 39%નો વધારો થયો. ઑક્ટોબર 2026માં તેણે 10,839 ટૂ-વ્હીલર્સ વેચ્યાં.
Share This Article