ટેલિકોમ સર્વિસ માટે અદાણી ગ્રુપને મળ્યું લાયસન્સ
Wednesday, 12 October 2022
હવે અદાણી ડેટા નેટવર્ક લિમિટેડ જીયો અને એરટેલ ને ટક્કર આપશે અને સ્પર્ધા વધુ તીવ્ર બનશે
ટેલિકોમ સર્વિસ માટે ગૌતમ અદાણી ગ્રુપને લાઇસન્સ મળી ગયું છે અને હવે અદાણી ડેટા નેટવર્ક લિમિટેડ મેદાનમાં છે અને તેની સીધી ટક્કર જીઓ અને એરટેલ સાથે થશે અને આ ક્ષેત્રમાં સ્પર્ધા વધુ તીવ્ર બની જશે.
અદાણી ગ્રુપની આ કંપનીને ટેલિકોમ સેવા માટે એકીકૃત લાયસન્સ આપવામાં આવ્યું છે અને હવે આ કંપની દેશમાં દરેક પ્રકારની ટેલિકોમ સર્વિસીઝ આપી શકશે. હવે તે પોતાના નેટવર્ક પર લાંબા અંતરના કોલ કરવા અને ઇન્ટરનેટ સેવાઓ દેવા માટે પાત્રતા ધરાવે છે.
આ લાયસન્સ મળી ગયા બાદ હવે અદાણી ગ્રુપની આ કંપની હવે ફાઈવ જી સેવાઓનો વિસ્તાર પણ કરી શકે છે અને હવે મેદાનમાં આગામી ગ્રુપની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે તેની ટક્કર દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓ સાથે થશે અને એક નવો પડકાર એમની સામે ઊભો થશે.
અત્યારે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ થયેલી હરાજીમાં અદાણી ગ્રુપ દ્વારા સ્પેક્ટ્રમની ખરીદી કરીને દૂર સંચાર ક્ષેત્રમાં પ્રવેશ કરી લેવામાં આવ્યો હતો અને એ સમયે કંપની દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે કંપનીની અંદર આંતરિક વ્યવસ્થા માટે સ્પેક્ટ્રમ નો ઉપયોગ કરવામાં આવશે.
થોડા દિવસો પહેલા જ કંપની દ્વારા 5g ની હરાજી માં ભાગ લેવામાં આવ્યો હતો અને ૨૦ વર્ષો માટે રૂપિયા 212 કરોડમાં 400 મેગાહર્ટની સ્પેક્ટ્રમની ખરીદી કરવામાં આવી હતી.
