Zero ITR Filing Benefits: Zero ITR શું છે? 2026 માં કોણે ભરવું જોઈએ, જાણો તેના લાભ અને ભરવાની સંપૂર્ણ પ્રોસેસ

Arati Parmar
4 Min Read
Zero ITR Filing Benefits

Zero ITR Filing Benefits: જો તમારી આવક કરપાત્ર શ્રેણીમાં નથી આવતી તો કદાચ તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું વિચારશો નહીં. પરંતુ શું તમે જાણો છો કે ઓછી આવક હોવા છતાં પણ જો તમે ઝીરો રિટર્ન ફાઈલ કરો છો તો તમને ઘણા લાભ મળી શકે છે. હાઉસ વાઈફ, સ્ટુડન્ટ્સ, નાના દુકાનદારો વગેરે જેમની આવક ઓછી છે, તેમણે પણ રિટર્ન ફાઈલ કરવું જોઈએ. ઘણા લોકોને નિલ (Nil) રિટર્ન ફાઈલ કરવાના ફાયદાની જાણકારી હોતી નથી, તેથી તેઓ રિટર્ન ફાઈલ કરતા નથી. ચાલો જાણીએ કે આ તમને શું લાભ અપાવી શકે છે અને તેને ફાઈલ કેવી રીતે કરી શકાય છે.

ઝીરો રિટર્ન કોને કહેવાય?

જ્યારે તમે નાણાકીય વર્ષમાં કોઈ કમાણી કરતા નથી તેમ છતાં સ્વેચ્છાએ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો છો તો તેને ઝીરો અથવા નિલ રિટર્ન કહેવાય છે કારણ કે તેમાં ટેક્સની જવાબદારી શૂન્ય હોય છે.

કોણે ભરવું જોઈએ ઝીરો રિટર્ન?

જો તમારી ઇનકમ કરપાત્ર મર્યાદા કરતા ઓછી છે તો પણ તમારે ઝીરો રિટર્ન ફાઈલ કરવું જોઈએ. આ ઉપરાંત નિવૃત્ત લોકો જેમની પેન્શન ઓછી છે, વિદ્યાર્થીઓ અથવા હાઉસવાઈફ જેમની પાસે આવકનું કોઈ સાધન નથી, તેવા જ અન્ય લોકો જેમની કોઈ કમાણી થતી નથી, અથવા જેમના એકાઉન્ટમાંથી નાણાકીય વર્ષમાં મોટા ટ્રાન્ઝેક્શન થયા છે તેઓ ઝીરો રિટર્ન ભરી શકે છે. આ ઉપરાંત નાણાકીય વર્ષમાં તમારું TDS કપાયું છે, ક્રિપ્ટોમાં રોકાણ થયું છે, તો તેનો સૌથી વધુ ફાયદો યુવા વિદ્યાર્થીઓને થશે જેમના માટે ભવિષ્યના ઘણા નાણાકીય કાર્યોમાં ITR ફાઈલ કરેલા દસ્તાવેજો ઉપયોગમાં આવી શકે છે.

- Advertisement -

ઝીરો રિટર્ન ભરવાના ફાયદા

  1. જો તમે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે પહેલાથી જ ઝીરો ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જોઈએ ભલે તમારી આવક શૂન્ય હોય.

  2. જો તમે ભવિષ્યમાં લોન લેવા માંગતા હોવ તો તેના માટે પણ તમારે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરેલા દસ્તાવેજની જરૂર પડી શકે છે. આનાથી લોન મળવી સરળ થઈ શકે છે.

  3. ઘણા લોકો નાના-મોટા કામ કરે છે પરંતુ તેમની પાસે ઇનકમ પ્રૂફ હોતું નથી, આવા કિસ્સામાં તમારા દ્વારા ફાઈલ કરવામાં આવેલ આવકવેરા રિટર્ન તમારું ઇનકમ પ્રૂફનું કામ કરી શકે છે.

  4. ઘણીવાર આપણા બેંક એકાઉન્ટમાંથી મોટા-મોટા ટ્રાન્ઝેક્શન થાય છે પરંતુ આપણી આવકનું કોઈ સાધન હોતું નથી. આવા સંજોગોમાં પણ તમારા માટે ઝીરો ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી બની જાય છે.

  5. ઘણા કરદાતાઓ એવા હોય છે જે કમાણી તો કરે છે પરંતુ તેમની આવક ટેક્સેબલ લિમિટની અંદર જ હોય છે. જો આવા લોકોની ઇનકમમાંથી TDS કપાય છે તો તેઓ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરીને રિફંડ મેળવી શકે છે.

ઝીરો ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા

તમે ઘરે બેઠા ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. આ માટે બસ તમારી પાસે પાન કાર્ડ હોવું જોઈએ. સૌથી પહેલા ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટ પર જઈને લોગિન કરો. જો યુઝર આઈડી નથી તો તમારે બધી ઇન્ફોર્મેશન નાખીને પહેલા એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. હવે ઇનકમ ટેક્સ પોર્ટલના ઈ-ફાઈલિંગ વિભાગમાં જઈને ‘File Income Tax Return’ ના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારે એસેસમેન્ટ યરની પસંદગી કરવાની રહેશે. જો નાણાકીય વર્ષમાં તમારી કુલ આવક 50 લાખ રૂપિયાથી ઓછી છે તો તમે ITR 1 ફોર્મ અંતર્ગત રિટર્ન ફાઈલ કરી શકો છો. હવે તમારે ફોર્મમાં માંગવામાં આવેલી તમામ જાણકારી ભરવી પડશે જેમ કે કમાણીનું સાધન, બેંક ડિટેલ્સ વગેરે. ત્યારબાદ સિસ્ટમમાં જ ખબર પડી જશે કે તમારી ટેક્સની જવાબદારી કેટલી બની રહી છે. હવે જાણકારીને ચકાસવા માટે [Aadhaar Redacted] વિગતો દ્વારા અધિકૃત મોબાઈલ નંબર પર આવેલ OTP થી વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કરો.

આ પણ વાંચો: SIP Investors vs Market: એક્સપર્ટ્સે જણાવ્યું કે કેમ SIP કરનારા વધુ સફળ છે? રોકાણ પહેલાં વાંચો આ રિપોર્ટ – Newz Cafe

- Advertisement -
Share This Article