ગૌતમ અદાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 1 : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી 16 મહિના બાદ ફરી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને ખમતીધર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ રાખી દીધા છે.

adani modi

- Advertisement -

છેલ્લા માત્ર 24 કલાકમાં 5.45 અબજ ડોલર એટલે કે લગભગ 45 હજાર કરોડ રૂપિયાનો જોરદાર ઉછાળો આવતાં અદાણીની સંપત્તિ 111 અબજ ડોલર એટલે કે, લગભગ 9.26 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ જબરદસ્ત તેજી સાથે સાથે ગૌતમ અદાણી વિશ્વના ધનકુબેરોની હરોળમાં 11મા સ્થાન પર પહોંચી ગયા છે. બીજી તરફ, આ વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિમાં 12.7 અબજ ડોલર એટલે કે લગભગ 1.05 લાખ કરોડનો ઉછાળો આવતાં વધીને 109 અબજ ડોલર એટલે કે, લગભગ 9.09 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણી 2024ના વર્ષમં સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિઓની યાદીમાં સામેલ રહ્યા છે. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી અદાણી જૂથના અધ્યક્ષે 26.8 અબજ ડોલર જેટલી જંગી કમાણી કરી છે.

- Advertisement -
Share This Article