Bank Auto Sweep Service: બેંક ખાતાના પૈસા પર મળશે FD જેટલું વ્યાજ! માત્ર એક વાત કહીને Savings Account પર કમાઓ ત્રણ ગણું વ્યાજ, જાણો આ ‘સિક્રેટ સર્વિસ’ વિશે

Arati Parmar
4 Min Read

Bank Auto Sweep Service: જ્યારે તમે બેન્કમાં ખાતું ખોલાવવા જાઓ છો, ત્યારે તમે તમામ કાગળકામ અને ઓનલાઈન ફોર્મેલિટીઓ પૂરી કરી લો છો, પરંતુ Bank Account પર મળતી સુવિધાઓ વિશે માહિતી નથી મેળવતા માત્ર ડેબિટ કાર્ડ લઈને આવતા રહો છો. બેન્ક પણ તમને વધુ માહિતી નથી આપતી. તમે તમારા સેવિંગ એકાઉન્ટ અથવા કરન્ટ એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા રહો છો અને આ જમા પૈસા પર 2.5-3% વ્યાજ મેળવીને ખુશ થઈ જાઓ છો. પરંતુ શું તમે જાણો છો કે Saving-Current Accountમાં જમા પૈસા પર ત્રણ ગણું વ્યાજ મેળવી શકો છો. તેના માટે તમારે બેન્કમાં જઈને માત્ર એક જ વાત કહેવાની છે.ચાલો જાણીએ કેવી રીતે?

બેન્કમાં જઈને માત્ર આટલું કહો

- Advertisement -

સામાન્ય રીતે બેન્ક પોતાને ત્યાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવનારા ગ્રાહકોને 7-8% વ્યાજ ઓફર કરે જ છે, અને ઘણી બેન્ક તો તેનાથી  વધુ વ્યાજ પણ આપે છે. સેવિંગ અથવા કરન્ટ ખાતા પર સરેરાશ વ્યાજ લગભગ 2.5% આસપાસ રહે છે. જોકે, થોડી સમજણથી તમે તમારા ખાતા પર પણ ત્રણ ગણું વધુ વ્યાજ અથવા FD જેટલું જ વ્યાજ મેળવી શકો છો. આ સર્વિસનો લાભ મેળવવા માટે તમારે બેન્કમાં જઈને માત્ર ઓટો સ્વીપ સર્વિસ (Auto Sweep Service)ને ઈનેબલ કરવા માટે કહેવાનું છે.

- Advertisement -
Share This Article