Best Business Idea: નોકરી સાથે બમ્પર કમાણી: તમારી ખાલી જગ્યાને ATM મશીન માટે ભાડે આપી મહિને ₹૩૦,૦૦૦ થી લાખો કમાઓ!

Arati Parmar
3 Min Read
Best Business Idea: નોકરી કરવા છતાં જો તમારે ઘર ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી પડે છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે માત્ર કોઈ નાનો બિઝનેસ કરીને પણ સારી એવી કમાણી કરી શકો છો. પૈસા કમાવાનો આ આઇડિયા તમને દર મહિને બંપર કમાણી કરાવી શકે છે. ઘરેથી કે દુકાન પર તમે માત્ર એટીએમ મશીન લગાવીને લાખો રૂપિયા છાપી શકો છો. ભારતમાં બેંક અને અમુક પ્રાઇવેટ કંપનીઓ એટીએમ લગાવવા માટે જગ્યા શોધતી રહે છે.
જો તમારી પાસે રોડની સાઇડમાં વ્યસ્ત માર્કેટ કે રહેણાંક વિસ્તારમાં ખાલી જગ્યા છે તો આ બિઝનેસ તમારા માટે છે. વધારે ગ્રાહકો હોવાના કારણે બેંક ઝડપથી એટીએમની સંખ્યા પણ વધારી રહી છે અને આવી જગ્યા ધરાવતા લોકોને સારું એવું ભાડું આપે છે. અમુક બેંકો કમિશન પણ આપે છે.
જો તમારી પાસે ગ્રાઉન્ડ ફ્લોર પર 50થી 80 સ્ક્વેર ફૂટ જગ્યા હોય અને પાર્કિંગ સારું હોય, લોકો સરળતાથી તે જગ્યા પર આવી શકે છે અને 24 કલાક વીજળી આવે છે, તો તમારો આ બિઝનેસ સરળતાથી સેટઅપ થઈ શકે છે.
આ બિઝનેસ માટે તમારે ઓથોરિટી પાસેથી NOC પણ લેવું પડશે. 1 કિલોવોટ વીજ કનેક્શન હોય અને સાઇનેજ માટે સ્પેસ પણ જરૂરી છે. આ બધી સુવિધા હશે તો બેંક ATM લગાવવા માટે સરળતાથી રાજી થઈ જશે.
કમાણીની વાત કરીએ તો બેંક કે કંપનીઓ લાઇટ અને જગ્યાના ભાડામાં 2 લાખ રૂપિયા સુધી વાર્ષિક આપે છે. એટલે તમે મહિને સારી એવી કમાણી કરી શકો છો અને જેટલા ટ્રાન્ઝેક્શન એટલું જ કમિશન પણ મળશે.
જેમ કે 100 ટ્રાન્ઝેક્શન પર 1 લાખ સુધી મંથલી કમાણી થઈ શકે છે. તમે અમુક કંપનીઓની વેબસાઇટ પર જઈને પણ ઓનલાઇન ફોર્મ ભરી શકો છો અને તમામ ડિટેલ્સ આપો અને લોકેશનનો ફોટો સબમિટ કરો.
જો બેંક કે કંપની તરફથી અપ્રૂવલ મળશે તો કંપનીવાળા આવીને ચેક કરશે. થોડા વર્ષોનો લીઝ એગ્રીમેન્ટ સાઇન થશે. સમય મર્યાદા સમાપ્ત થવા પર 3થી 5 વર્ષમાં રીન્યૂ કરાવવો પડે છે. એગ્રીમેન્ટમાં લખેલું હોય છે કે તમે આટલા સમય માટે એટીએમ ત્યાંથી હટાવી શકશો નહીં. જો તમારા એટીએમનું લોકેશન સારું હશે તો મહિનાના 20-30 હજારથી લઈને લાખો સુધીની કમાણી કરી શકો છો. ટ્રાન્ઝેક્શન વધારે હશે, એટલી વધારે કમાણી થશે.
Share This Article