BRICS De-dollarization: બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારાશે ? શું ડી-ડોલરાઇઝેશન શરૂ થઇ ચૂક્યું છે ? અમેરિકાના વળતા પાણી થઇ શકે ?
By : Reena Brahmbhatt
અત્યારે દુનિયાભરની મીટ અમેરિકા-ઈરાન વોર વચ્ચે હાલમાં ભારતમાં યોજાનાર બ્રિક્સ સંમેલન પર છે.હાલના યુદ્ધના માહોલમાં ભારતમાં યોજાનારા બ્રિક્સ સંમેલનનું ખાસ મહત્વ છે.2026માં ભારત બ્રિક્સ મીન્સ હાલમાં તેનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે અને 12–13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં BRICSની 18મી શિખર બેઠક યોજાવાની છે. ભારત માટે આ ખાસ મહત્વનું છે, કારણ કે 2026માં ભારત ચોથી વખત BRICSનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે અને BRICSની સ્થાપનાને પણ 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.પરંતુ ભારતની યજમાની અને વિશેષ તો અમેરિકાના વિરોધી કે દુશમન તેવા રશિયા અને ચાઈના જેવા શક્તિશાળી દેશો પણ આમાં મુખ્ય ભાગીદારો છે ત્યારે અમેરિકાની નજર તો અહીં રહેશે જ પણ સમગ્ર દુનિયાના રાજનીતિજ્ઞો પણ તેની પર વોચ રાખશે.
વેલ, બ્રિક્સ ની શરૂઆત 2009માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન (BRIC) સાથે થઈ હતી. 2010માં દક્ષિણ આફ્રિકા જોડાતા બ્રિક્સ ( BRICS )નામ બન્યું. ત્યારથી આ સંગઠન માત્ર બેઠકો કરતું જૂથ ન રહ્યું, પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં વિકસતા દેશોનો એક મહત્વપૂર્ણ મંચ બની ગયું.જો,કે, ભારતમાં આ અગાઉ પણ બ્રિક્સ સમિટ યોજાઈ ચૂકી છે. 2012માં નવી દિલ્હીમાં ચોથી બ્રિક્સ સમિટ યોજાઈ હતી. ત્યારે પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં સુધારા, વિકાસશીલ દેશોને વધુ પ્રતિનિધિત્વ અને નવી નાણાકીય સંસ્થા ઊભી કરવાની ચર્ચા થઈ હતી. વધુમાં એ જ પ્રક્રિયામાં આગળ જઈને ન્યુ ડેવલપમેન્ટ બેન્કની રચનાનો માર્ગ ખોલ્યો છે.
ત્યારે આજની સ્થિતિ સંદર્ભે બ્રિક્સ ની ચર્ચા વધુ મહત્વની બની છે, કારણ કે મુદ્દો માત્ર વેપારનો નથી વિશ્વની નાણાકીય વ્યવસ્થામાં અમેરિકન ડોલરનું પ્રભુત્વ કેટલું ચાલુ રહેશે? કે બ્રિક્સ નવું ચલણ લાવશે એ પણ મોટો પ્રશ્ન છે.ત્યારે આ સાથે અહીં એક પ્રશ્ન સદીઓથી મહત્વનો છે છે કે જેને લીધે અમેરિકા જગત જમાદારી કરે છે અને સેક્શન નું હથિયાર ગમે તે દેશ પર તેને વાંધો પડે એટલે ઉગામે છે.ત્યારે આ અંગે અહીં ખાસ ચર્ચા કરીયે તો,
ડોલરનું આટલું મહત્વ કેમ?
બીજા વિશ્વયુદ્ધ પછી બનેલી બ્રિટન વુડ્સ વ્યવસ્થામાં વિશ્વ લેવલે વેપાર વિનિમય માટે એક મજબૂત કરન્સીની જરૂર હતી.બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાની મજબૂત ભૂમિકાને લીધે અમેરિકાની કરન્સીને વૈશ્વિક વેપાર વિનિમય અને રિઝર્વ ભંડોળ તરીકે માન્યતા મળી .ત્યાર બાદના ગાળામાં આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકાની આર્થિક તાકાતને કારણે ડોલર વિશ્વની સૌથી મહત્વપૂર્ણ રિઝર્વ અને ટ્રેડ કરન્સી બની ગયો.આજે પણ વિશ્વના મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વેપાર, કોમોડિટી ટ્રેડ અને નાણાકીય વ્યવહારોમાં ડોલરની મોટી ભૂમિકા છે.પરંતુ ડોલર કે જે હજી સુધી વૈશ્વિક વ્યાપાર માટે વિનિમય કરન્સી છે જેથી અમેરિકા આખી દુનિયાનું અવાર-નવાર દબાવતું રહે છે એટલે બ્રિક્સ દેશોનો સવાલ છે કે હવે બદલાતા જતા સમયમાં કોઈ એક દેશનું એકહથ્થું સાશન ક્યાં સુધી ચાલશે ? ત્યારે શું દરેક આંતરરાષ્ટ્રીય વેપાર માટે ડોલર પર જ નિર્ભર રહેવું જરૂરી છે?
વિશેષમાં ભારત માટે આ મુદ્દો શા માટે મહત્વનો?
ધારો કે ભારત અને કોઈ બ્રિક્સ દેશ વચ્ચે મોટો વેપાર થાય અને જો બંને દેશ પોતાની કરન્સીમાં સીધો વેપાર કરી શકે તો વચ્ચે ડોલર લેવાની જરૂરિયાત ઘટી શકે.ઉદાહરણ તરીકે ભારત → રૂપિયા, રશિયા → રૂબલ,ચીન → યુઆન જેવા પોતાના ચલણ ધરાવે છે ત્યારે જો આવી સ્થાનિક કરન્સીમાં વ્યવહારની વ્યવસ્થા મજબૂત બને તો ડોલરની માંગમાં થોડો ઘટાડો થઈ શકે.પરંતુ અહીં એક મહત્વની વાત છે જે નજરઅંદાજ ન કરી શકાય કે, તમે ઈચ્છો તો પણ ડોલરને એકાએક ખતમ કરી દેવાની વાત અને ડોલર પરની નિર્ભરતા ઘટાડવાની વાત એકદમ શક્ય નથી અને થોડી અલગ પણ છે.તેવામાં બ્રિક્સમાં માં ચર્ચા મુખ્યત્વે ડી-ડોલરાઇઝેશન એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલર પરની નિર્ભરતા ઘટાડવાની ચર્ચા કરવા માટે છે કે શું કરી શકાય તેમપણ છે.
તો આ સમિટમાં બ્રિક્સ શું કરવા માગે છે?
બ્રિક્સ (BRICS) દેશો વચ્ચે સ્થાનિક કરન્સીમાં વેપાર વધારવો, સરહદપાર ચુકવણીની વ્યવસ્થા મજબૂત કરવી અને ડોલર વગરના વ્યવહારો માટે વિકલ્પો વિકસાવવા અંગે લાંબા સમયથી ચર્ચા થવાની શક્યતા છે. 2026માં ભારતે તો બ્રિક્સ દેશોની ડિજિટલ કરન્સી વચ્ચે જોડાણ વધારવાનો વિચાર પણ આગળ ધપાવ્યો છે, જેથી સરહદપાર ચુકવણી વધુ સરળ અને ઝડપી બની શકે. જોકે આ માટે રાજકીય અને ટેક્નિકલી પડકારો હજુ મોટા છે.
વેલ આ વિચારને આગળ વધારવા બ્રીકસે ઓલરેડી ન્યુ ડેવલપમેન્ટ બેન્ક પણ ઉભી કરી છે, જેનો હેતુ સભ્ય અને અન્ય વિકાસશીલ દેશોમાં માળખાકીય વિકાસ અને ટકાઉ વિકાસના પ્રોજેક્ટ્સને નાણાં પૂરાં પાડવાનો છે.જેથી વર્લ્ડ બેન્ક પર નિર્ભરતા ઘટે.આનો અર્થ એ છે કે બ્રિક્સ માત્ર રાજકીય ચર્ચાનું મંચ નથી તે પોતાની નાણાકીય સંસ્થાઓ અને વ્યવસ્થાઓ ઊભી કરવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે.
જો કે, એક વાત પણ અહીં તે છે કે, અમેરિકાને પડકારવું શું એટલું સરળ છે?
ના.કેમ કે, ડોલરનું પ્રભુત્વ માત્ર અમેરિકાની રાજકીય તાકાતને કારણે નથી. અમેરિકાની વિશાળ અર્થવ્યવસ્થા, વૈશ્વિક નાણાકીય બજારો, ડોલરમાં ઉપલબ્ધ નાણાંની સરળતા, આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વ્યવસ્થા અને રોકાણકારોનો વિશ્વાસ આ બધું મળીને ડોલરને મજબૂત બનાવે છે.એટલે બ્રિક્સ જો ડોલરનું પ્રભુત્વ ઘટાડવા માગે છે તો માત્ર “ડોલર નહીં વાપરીએ” એટલું અહીં પૂરતું નથી.
તેના માટે હજી,
વિશ્વસનીય વિકલ્પ
મજબૂત ચુકવણી વ્યવસ્થા
સ્થિર કરન્સી
મોટું નાણાકીય બજાર
અને સભ્ય દેશો વચ્ચે લાંબા ગાળાનો વિશ્વાસ.
ત્યારે ભારત માટે સૌથી મોટો પ્રશ્ન અહીં તે છે કે, ભારત માટે અહીં ખૂબ જ સંતુલિત અભિગમ જરૂરી છે.વગર વિચાર્યું પગલું મોટું નુકસાન કરાવી શકે છે. પરંતુ ભારતે પણ જો દુનિયામાં આવનારા સમયમાં મહાસત્તા બનવું હોય તો, એક તરફ ભારતને પોતાના વેપારમાં રૂપિયાની ભૂમિકા વધારવી પડશે અને કોઈ એક દેશની કરન્સી પર અતિશય નિર્ભરતા ઘટાડવી પડશે.
બાય ધ વે, આપણા માટે ગર્વની બાબત તે છે કે, વેપાર વિનિમયમાં ભારતના રૂપિયા ને 2025 સુધીમાં લગભગ 30 દેશોની બેંકો રૂપિયામાં વેપાર ચુકવણી કરવા માટે મંજૂરી મળી ગઈ છે. જો કે, બીજી તરફ ભારતનો અમેરિકાથી વેપાર, રોકાણ અને ટેક્નોલોજી સંબંધ પણ અત્યંત મહત્વનો છે.એટલે ભારત માટે કદાચ સાચી નીતિ ડોલર વિરુદ્ધ ના નિર્ણયો નહીં, પરંતુ વિકલ્પો વધારવાની છે.
ખેર ત્યારે આગામી સમયમાં અહીં બ્રિક્સ ની સૌથી મોટી સંભાવના છે કે,જોબ્રિક્સ દેશો પોતાની વચ્ચે વધુ વેપાર સ્થાનિક કરન્સીમાં કરવા લાગે અને એક અસરકારક સરહદપાર ચુકવણી વ્યવસ્થા ઊભી કરે, તો વિશ્વની નાણાકીય વ્યવસ્થામાં ધીમે ધીમે મોટો ફેરફાર આવી શકે છે.પરંતુ મોટો સવાલ તો અહીં મોં ફાડીને તકાયેલો જ છે કે, શું બ્રિક્સ ખરેખર ડોલરને દુનિયાની નંબર-1 કરન્સી તરીકે હટાવી શકશે?
આજની તારીખે તેનો હાલ કોઈ જવાબ “આપી શકાય નહીં.તે એક ઉતાવળ હશે.પરંતુ એક વાત ચોક્કસ છે,વિશ્વ હવે એક જ નાણાકીય શક્તિ પર નિર્ભર રહેવાને બદલે વિકલ્પો શોધી રહ્યું છે.અને જો આ પ્રક્રિયા સફળ થાય તો આવનારા વર્ષોમાં વિશ્વનું અર્થતંત્ર કદાચ એકધ્રુવીય નહીં, પરંતુ બહુધ્રુવીય નાણાકીય વ્યવસ્થા તરફ આગળ વધે.અને તેની શરૂઆત યુક્રેન યુદ્ધ બાદ અને અમેરિકાની ટ્રેડ વોર બાદ થઇ જ ચુકી છે. તેવામાં સવાલ ડોલર આજે જશે કે કાલે નહીં..સવાલ એ છે કે ડોલર વગરની દુનિયા માટે વિકલ્પ તૈયાર કરવાની શરૂઆત થઈ ગઈ છે કે નહીં?અનેબ્રિક્સની ની વધતી સક્રિયતા જોતા તમે કહી શકો છો કે હા, આ શરૂઆત તો થઈ ગઈ છે.વળી અમેરિકાના ટેરિફ વોર બાદ દુનિયાના ઘણા શકિશાળી દેશો જેમ કે, ચાઈના,રશિયા , સાઉદી, ભારત અને અન્ય દેશો પોતાની કરન્સીમાં વેપાર કરી રહ્યા છે.તો શું આને તમે ડી-ડોલરરાઇઝ્રશની શરૂઆત ન કહી શકો ?

