China rare earth export restrictions: ચીન દ્વારા રેર અર્થસ અને સંબંધિત ટેકનોલોજીની નિકાસ પર નવા અંકૂશોથી ભારત સહિતના દેશો માટે સ્વાવલંબી બનવાના પ્રયાસોમાં વધશે પડકાર

Arati Parmar
2 Min Read

China rare earth export restrictions: રેર અર્થસ અને સંબંધિત ટેકનોલોજીઓની નિકાસ પરના અંકૂશોને ચીને વધુ સખત બનાવતા આધુનિક ટેકનોલોજીમાં સ્વાવલંબી બનવા માગતા ભારત જેવા દેશો માટે નવા પડકારો ઊભા થવાની શકયતા ઊભી થઈ છે.

ચીનના આ નિર્ણયથી મહત્વના ખનિજ તત્વોની પૂરવઠા સાંકળ પર તેનો કબજો વધુ મજબૂત બનશે.

- Advertisement -

ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા સુધારિત નિયમો હેઠળ અગાઉના અંકૂશો કાચા ખનિજ તત્વોથી પણ આગળ લઈ જવાયા છે.

સુધારિત નિયમો મારફત પ્રોસેસિંગ ટેકનોલોજીઓ, સાધન અને ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીને આવરી લેવાયા છે. આ ઉપરાંત વિદેશી ડિફેન્સ તથા સેમીકન્ડકટર સાધનો સાથે સંકળાયેલા પૂરવઠા પર પહેલી જ વખત સખત પ્રતિબંધ મૂકી દેવાયો છે.

- Advertisement -

વીજ વાહનો, રિન્યુએબલ ઊર્જા તથા સંરક્ષણ ક્ષેત્રો માટે જરૂરી એવા રેર અર્થસ કાચા માલ મેળવવાના ભારતના પ્રયાસો ચીનના આ પગલાંથી વધુ જટીલ બની ગયા છે.

- Advertisement -
Share This Article