Credit Card Payment Tips: ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં ન કરો ભૂલ: ડ્યુ ડેટની રાહ જોવી ફાયદાકારક કે નુકસાનકારક? જાણો ક્રેડિટ સ્કોર મજબૂત રાખવા માટે પેમેન્ટની સાચી રીત

Arati Parmar
2 Min Read

Credit Card Payment Tips: આજે ડેબિટ કાર્ડની જેમ લોકો ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. ક્રેડિટ કાર્ડના પેમેન્ટને લઈને અવારનવાર લોકોના મનમાં મૂંઝવણ હોય છે કારણ કે તેની ચુકવણીનો સમય તમારા ક્રેડિટ સ્કોર પર પ્રભાવ પાડે છે. તેથી લોકોના મનમાં એક સવાલ આવે છે કે શું ક્રેડિટ કાર્ડના પેમેન્ટ માટે ડ્યુ ડેટ (નક્કી કરેલી છેલ્લી તારીખ) સુધી રાહ જોવી ઠીક છે?

ક્યારે કરવી જોઈએ પેમેન્ટ?

સૌથી પહેલા એ સમજો કે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ સમયસર થવું જરૂરી છે. પછી ભલે તમે સ્ટેટમેન્ટ જનરેટ થતાની સાથે જ પેમેન્ટ કરી દો અથવા ડ્યુ ડેટ પર ચુકવણી કરો, તેનાથી કોઈ ફરક પડતો નથી. આમ કરવાથી તમારો ક્રેડિટ સ્કોર સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.

- Advertisement -

પરંતુ હા, જો તમે લેટ પેમેન્ટ (મોડી ચુકવણી) કરશો, તો તે તમારી ક્રેડિટ હિસ્ટ્રીને ખરાબ કરી શકે છે. તેનાથી તમારો ક્રેડિટ સ્કોર પણ બગડી જાય છે. આ સાથે જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે તમારે કેટલીક અન્ય ખાસ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

સંપૂર્ણ ચુકવણી કરો

ક્રેડિટ કાર્ડ બિલની માત્ર મિનિમમ અમાઉન્ટ (ન્યૂનતમ રકમ) નહીં, પરંતુ આખું બિલ ચૂકવો. ફક્ત મિનિમમ રકમ ચૂકવવાથી તમારા ક્રેડિટ સ્કોર પર અસર પડી શકે છે. તેથી પૂરી રકમનું પેમેન્ટ કરવાનું ભૂલશો નહીં.

- Advertisement -

લિમિટના ૩૦ ટકા જ ઉપયોગ કરો

ક્રેડિટ કાર્ડની પૂરી લિમિટ એટલે કે ૧૦૦ ટકા ઉપયોગ કરવાથી બચવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે ક્રેડિટ કાર્ડમાં જેટલી લિમિટ આપવામાં આવી છે, તેના ૩૦ ટકા જ ઉપયોગ કરો. આવું કરવાથી તમે વધુ દેવામાંથી પણ બચી શકો છો અને તમારો ક્રેડિટ સ્કોર પણ સારો રહે છે.

ઇમરજન્સી ફંડ તૈયાર રાખો

ક્રેડિટ કાર્ડ સિવાય તમારે હંમેશા ઇમરજન્સી ફંડ તૈયાર રાખવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવનારી કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી શકાય. નિષ્ણાતોનું કહેવું છે કે આપણે આપણા છ મહિનાના ખર્ચ જેટલું ઇમરજન્સી ફંડ બેંક ખાતામાં રાખવું જોઈએ.

- Advertisement -
Share This Article