Credit Card Usage Tips: ક્રેડિટ કાર્ડ વાપરતા પહેલા સાવધાન! આ ૫ વાતોનું રાખશો ધ્યાન તો ક્યારેય વ્યાજના ચક્રવ્યૂહમાં નહીં ફસાઓ

Arati Parmar
3 Min Read

Credit Card Usage Tips: આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી ઘણી ઓફર્સ અને ડિસ્કાઉન્ટનો લાભ પણ મળે છે. સાથે જ રિવોર્ડ પોઈન્ટનો પણ લાભ ક્રેડિટ કાર્ડ દ્વારા મળે છે, જે ખરેખર ફાયદાકારક છે. જો તમે પણ આ ફાયદાઓ જોઈને નવું ક્રેડિટ કાર્ડ લીધું હોય, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને કેટલીક એવી જરૂરી બાબતો જણાવીશું, જેને ધ્યાન રાખીને તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો તો તમને હંમેશા ફાયદો જ થશે અને ક્યારેય ક્રેડિટ કાર્ડ તમારા માટે મુસીબત નહીં બને. ચાલો વિગતવાર જાણીએ.

યોગ્ય ક્રેડિટ કાર્ડ પસંદ કરો – ક્રેડિટ કાર્ડ વાપરવાનું સૌથી પહેલું અને મહત્વપૂર્ણ પગલું છે તેની સાચી પસંદગી. તમારી જરૂરિયાતો અને ખર્ચાની આદતોને સમજીને જ કાર્ડ પસંદ કરો. ઉદાહરણ તરીકે, જો તમને મુસાફરી કરવાનો શોખ છે અને તમે વારંવાર ટ્રાવેલ કરો છો, તો એવું કાર્ડ લો જેમાં ટ્રાવેલ બેનિફિટ્સ વધુ મળે, જેમ કે લાઉન્જ એક્સેસ કે માઇલેજ પોઇન્ટ્સ. યોગ્ય ક્રેડિટ કાર્ડ પસંદ કરવાથી જ તમને ઘણો ફાયદો મળશે.

- Advertisement -

રિવાર્ડ પોઇન્ટ્સનો સ્માર્ટ ઉપયોગ – ક્રેડિટ કાર્ડથી મળતા ઓફર્સ અને ડિસ્કાઉન્ટને ટ્રેક કરો. ક્યાં-ક્યાં તમને ફાયદો થઈ રહ્યો છે, તેની નોંધ રાખો અને તમારી જરૂરી વસ્તુઓ પર જ તેનો ઉપયોગ કરો. સાથે જ રિવાર્ડ પોઇન્ટ્સને એક્સપાયર થવા ન દો. તેને સમયસર રિડીમ કરો, જેમ કે શોપિંગ, ટ્રાવેલ કે ગિફ્ટ વાઉચરમાં વાપરો. આમ કરવાથી તમારા પૈસા બચશે.

ક્રેડિટની લિમિટનું ધ્યાન રાખો – ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે તેની લિમિટને ક્યારેય ભૂલશો નહીં. ક્રેડિટ કાર્ડની લિમિટને ધ્યાનમાં રાખીને જ ખર્ચ કરો. પૂરી લિમિટ વાપરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે, જે ભવિષ્યમાં લોન કે નવું કાર્ડ મેળવવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે.

- Advertisement -

બિલ હંમેશા સમયસર ભરો – ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં ક્યારેય બેદરકારી ન કરો. હંમેશા પૂરું બિલ સમયસર ભરો. મિનિમમ ડ્યૂ ભરીને બાકીનું છોડવાની ભૂલ ન કરો, કારણ કે તેના પર ઊંચું વ્યાજ લાગે છે, જે તમારા પર દેવું વધારી દે છે. સમયસર પેમેન્ટથી ક્રેડિટ સ્કોર સારો રહે છે અને વ્યાજનો બોજો પણ નથી પડતો.

EMIનો વિચારીને ઉપયોગ – ક્રેડિટ કાર્ડ પર EMIનો ઓપ્શન ક્યારેક ફાયદાકારક હોય છે, પરંતુ તે મુસીબત પણ બની શકે છે. અનેક વખતે EMI પર ઊંચું વ્યાજ અને પ્રોસેસિંગ ફી લાગે છે, જે ખરીદીને મોંઘી બનાવી દે છે. તેથી પૂરી માહિતી લઈને, વ્યાજ દર તપાસીને અને તમારા બજેટમાં ફિટ થાય તો જ EMIનો ઉપયોગ કરો.

- Advertisement -
Share This Article