Cryptocurrency Financial Stability Risk: રોકાણકારો માટે ચેતવણીની ઘંટડી: ક્રિપ્ટોનું મૂલ્ય છે સાવ કાલ્પનિક, પ્રાઈવેટ કોઈન્સને બદલે સરકારી CBDC પર ભરોસો મૂકવા RBI ની સલાહ, જાણો કેમ આ ડિજિટલ ચલણ જોખમી છે.

Arati Parmar
2 Min Read

Cryptocurrency Financial Stability Risk: ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો સેગમેન્ટ ઝડપથી વધી રહ્યો છે. જોકે, ક્રિપ્ટોને લઈને રેગ્યુલેટર્સ તરફથી આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બુધવારે જણાવ્યું હતું કે સ્ટેબલકોઇન્સનો ઉપયોગ વધવાથી દેશની નાણાકીય સ્થિરતા માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે. દેશમાં ક્રિપ્ટો સેગમેન્ટ રેગ્યુલેટેડ નથી. જોકે, કેન્દ્ર સરકારે આ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન્સ પર ટેક્સ લગાવ્યો છે.

RBI એ તેના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવ્યું હતું કે સ્ટેબલકોઇન્સ સાથે જોડાયેલી કેટલીક નબળાઈઓને કારણે નાણાકીય સ્થિરતા માટે મોટો ખતરો થઈ શકે છે. ક્રિપ્ટોના ઇકોસિસ્ટમમાં સ્ટેબલકોઇન્સ એક મહત્વપૂર્ણ ભાગ તરીકે ઉભરી આવ્યા છે. RBI એ કહ્યું કે વિદેશી કરન્સીમાં ડિનોમિનેશન ધરાવતા સ્ટેબલકોઇન્સનો ઉપયોગ વધવાથી નાણાકીય નિયંત્રણ નબળું પડી શકે છે. નાણાંના વિકલ્પ તરીકે સ્ટેબલકોઇન્સને રજૂ કરતા પહેલા એ જાણવું મહત્વપૂર્ણ છે કે તે મજબૂત નાણાકીય વ્યવસ્થાની પાયાની જરૂરિયાતોને પૂર્ણ કરતા નથી.

- Advertisement -

સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) થી વિશ્વસનીયતા અને સુરક્ષાની સાથે એફિશિયન્સી અને તાત્કાલિક સેટલમેન્ટ જેવા ફાયદા મળી શકે છે જેની ઓફર સ્ટેબલકોઇન્સ કરે છે. આ કારણે RBI નું માનવું છે કે વિદેશમાં પણ ખાનગી રીતે જારી કરાયેલા સ્ટેબલકોઇન્સને બદલે CBDC ને પ્રાધાન્ય આપવું જોઈએ. આનાથી નાણાંમાં વિશ્વાસ જાળવી રાખવાની સાથે નાણાકીય સ્થિરતાને પણ સુરક્ષિત કરી શકાશે.

આ મહિનાની શરૂઆતમાં RBI ના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી વાસ્તવમાં કરન્સી નથી કારણ કે તેમાં તેની સાથે જોડાયેલા ફીચર્સ નથી. રવિશંકરે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી માત્ર કોડનો એક ટુકડો છે. તે કોઈ નાણાકીય એસેટ કે કોઈ પ્રકારની મિલકત નથી. તેમણે કહ્યું હતું કે નાણાંના માપદંડ તરીકે ક્રિપ્ટો ટોકન્સની કોઈ પાત્રતા નથી. તેમનું કહેવું હતું કે, “ક્રિપ્ટોકરન્સી સાથે કોઈ મૂલ્ય જોડાયેલું નથી. તેની સાથે ચુકવણીનો કોઈ વાયદો હોતો નથી અને તેને કોઈ ઈશ્યુ કરતું નથી. તેનું મૂલ્ય સંપૂર્ણપણે કાલ્પનિક છે.” ક્રિપ્ટોકરન્સી ડીસેન્ટ્રલાઇઝ્ડ બ્લોકચેન નેટવર્ક પર ચાલતી ડિજિટલ કે વર્ચ્યુઅલ કરન્સી હોય છે. દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી પરંતુ વધુ ટેક્સ લગાવીને તેના ઉપયોગને મર્યાદિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

- Advertisement -
Share This Article