Debt on Gujarat: ગુજરાત પર કેટલું દેવું? જાણો દેશના 10 સૌથી વધુ દેવામાં ડૂબેલા રાજ્યોની યાદી!

Arati Parmar
2 Min Read

Debt on Gujarat: જો આપણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેટા પર નજર કરીએ તો દેશના તમામ રાજ્યો પર દેવાનો બોજ વધી રહ્યો છે

ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય કે તેલંગાણા, છેલ્લા પાંચ વર્ષમાં આ રાજ્યોની જવાબદારીઓમાં મોટો ઉછાળો આવ્યો છે, જે લગભગ 74% છે.

- Advertisement -

વર્ષ 2019માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર દેવું 47.9 લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 83.3 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

જો આપણે 2024 માં સૌથી વધુ દેવાદાર ભારતીય રાજ્યોની વાત કરીએ, તો તમિલનાડુ 8.3 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે આવે છે.

- Advertisement -

બીજા ક્રમનું સૌથી વધુ દેવાદાર રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને તેના પર 7.7 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે મહારાષ્ટ્ર 7.2 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે ત્રીજા સ્થાને છે.

ત્યારબાદ પશ્ચિમ બંગાળ આવે છે, જે 6.6 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે ચોથા સ્થાને છે. કર્ણાટક 6 લાખ કરોડ રૂપિયાના આંકડા સાથે પાંચમા સ્થાને છે.

- Advertisement -

ભારતનું છઠ્ઠું સૌથી મોટું દેવાદાર રાજ્ય રાજસ્થાન (રૂ 5.6 લાખ કરોડ) અને સાતમું આંધ્ર પ્રદેશ (રૂ 4.9 લાખ કરોડ) છે.

ગુજરાત પણ દેવાદાર રાજ્યોની યાદીમાં સામેલ છે અને 4.7 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે આઠમા સ્થાને છે.

4.2 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે કેરળ યાદીમાં નવમા સ્થાને છે અને 4.2 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે મધ્યપ્રદેશ છેલ્લા ૧૦મા સ્થાને છે.

Share This Article