IndiGo Fine FTDL: ઈન્ડિગો પર મોટો દંડ: કામકાજમાં ગડબડી અને હજારો ફ્લાઈટ્સ રદ કરવા બદલ ₹૫૮ કરોડનો દંડ

Arati Parmar
1 Min Read

IndiGo Fine FTDL: સરકારે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો વિરુદ્ધ કડક કાર્યવાહી કરતાં મોટો દંડ ફટકાર્યો છે. રોયટર્સના એક રિપોર્ટ મુજબ, ઇન્ડિગો એરલાઇન પર ₹૫૮ કરોડનો દંડ લગાવવામાં આવ્યો છે. આ દંડ કંપનીના કામકાજમાં આવેલી ગડબડીના કારણે લગાવવામાં આવ્યો છે. ઇન્ડિગોના ઓપરેશનમાં આવેલી આ મોટી સમસ્યાના કારણે ઘણી ઉડાન રદ કરવી પડી હતી અને યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે.

સમસ્યાનું મૂળ: FTDL ના નવા નિયમો

- Advertisement -

ઇન્ડિગો ભારતમાં લગભગ ૬૫% થી વધુ ઘરેલુ ઉડાનનું સંચાલન કરે છે. છેલ્લા ૧૦ દિવસમાં આ એરલાઇને હજારો ફ્લાઇટ્સ રદ કરી છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે ૧ નવેમ્બરથી ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FTDL) ના નવા નિયમો લાગુ થયા.

આ નિયમો હેઠળ, પાયલટો અને ક્રૂ મેમ્બર્સને વધુ આરામ મળશે.

- Advertisement -

તેમની રાતની ડ્યુટી ઓછી થશે.

અઠવાડિયામાં ૪૮ કલાકનો આરામ જરૂરી થશે.

- Advertisement -
Share This Article