વડોદરાઃ બીમારીમાંથી રાહત મેળવવાના બહાને મહિલાને હવસનો શિકાર બનાવી

Reena Brahmbhatt
1 Min Read

પીડિત મહિલાએ અમિત માંડલિયા વિરુદ્ધ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રહેતી એક મહિલાને તેની બીમારી મટાડવાના બહાને લંપટ શખ્સ દ્વારા વારંવાર વાસનાનો શિકાર બનાવવામાં આવ્યો હતો. હવાસખોરે કુદરત વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને સોનાના દાગીના અને રોકડની પણ ચોરી કરી હતી.

- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ પાદરા તાલુકામાં રહેતી એક મહિલા માઈગ્રેન, અનિદ્રા અને માનસિક તણાવથી પીડાતી હતી. દરમિયાન મહિલા અમિત ચમનલાલ માંડલિયા (રહે. સુંદરિયાણા, જિલ્લો, બોટાદ)ના સંપર્કમાં આવી હતી. અમિતે મહિલાને વિશ્વાસમાં લઈ તેની બીમારીની સારવારના બહાને તેની પાસેથી સોનાની બુટ્ટી, ચેઈન અને રૂ.1 લાખ રોકડા લીધા હતા.

rape

- Advertisement -

બાદમાં અમીત માંડલિયાએ મહિલાની ઈજ્જતને વારંવાર લૂંટી હતી અને તેની બિમારી દૂર કરવા તેને આધ્યાત્મિક સાધના કરવાનું કહી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત, તેણે પ્રકૃતિ વિરુદ્ધ અને મહિલાની ઇચ્છા વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તેને ધમકી આપવામાં આવી. આખરે પીડિત મહિલાએ અમિત ચમનલાલ માંડલિયા વિરુદ્ધ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article